ગુજરાત

ધ્રાંગધ્રા-હરીપર હાઇવે 36 કલાક બાદ પણ હજુ બંધ; ગઈ કાલે અકસ્માતમાં 5 વાહનો સળગ્યાં હતા

Text To Speech

સુરેન્દ્રનગરઃ જિલ્લાના ધ્રાંગધ્રા-હરીપર રોડ ઉપર ગઇ કાલે વહેલી સવારે ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં કેમિકલ ભરેલું ટેન્કર લોડર સાથે અથડાતાં તેમાં ભીષણ આગ લાગી હતી. આ આગમાં ટેન્કરનો ડ્રાઇવર જીવતો ભુંજાઇ ગયો હતો. અને તેની પાછળ આવતાં ત્રણથી વધુ વાહનો ઘુસી જતાં પાંચેય વાહનો પણ સળગી ઉઠ્યાં હતાં. જેમાં ધ્રાંગધ્રા-હરીપર રોડ પર બે ટેન્કર ટકરાતાં લાગેલી ભીષણ આગ ઓલવવા ગયેલા જેસીબીમાં પણ આગ લાગી હતી અને હાલમાં 36 કલાક બાદ પણ હજી હાઇવે બંધ હાલતમાં છે. હાલમાં કચ્છ-માળીયા બાજુએથી આવતા બધા વાહનો વાયા સુરેન્દ્રનગર માલવણ થઇને અમદાવાદ તરફ જઇ રહ્યાં છે.

માળીયા અમદાવાદ હાઈવે પર ધ્રાંગધ્રા હરીપર વચ્ચે ગઇકાલે વહેલી સવારે અચાનક એક ઝેરી કેમિકલ ભરેલું ટેન્કર અને લોડર સામસામે ટકરાતાં પાછળ આવતાં ત્રણથી વધુ વાહનો પણ એમાં ઘુસી ગયા હતાં એટલે ટોટલ પાંચથી વધુ વાહનો સાથે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. ઘટનાસ્થળે જ કેમિકલ ભરેલા ટેન્કર ટકરાતાની સાથે જ વિકરાળ આગ લાગી હતી. જેમાં એક ટેન્કરનો ડ્રાઇવર ભોળારામ સતારામ ટેન્કરમાં જ જીવતો ભૂંજાઈ જવા પામ્યો છે. ટેન્કર સહિતના પાંચેય વાહનો પળવારમાં જ આગમાં હોમાઈ ગયા હતા.

કચ્છના ગાંધીધામથી કેમિકલ ભરી અને અમદાવાદ તરફ આવી રહેલા ટેન્કર અને લોડર વચ્ચે સર્જાયેલા અકસ્માત બાદ ભયાવહ આગમાં વધુ ત્રણ વાહનો મળી કુલ પાંચેય વાહનો આગમાં બળીને ખાખ થઇ ગયા હતા. જેમાં માળીયા અમદાવાદ હાઈવે ઉપર આ અકસ્માતમાં આગ લાગવાની ઘટના બનતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો અને રોડની બંને સાઇડ વાહનોની લાંબી કતારો લાગી જવા પામી હતી. જેમાં ધ્રાંગધ્રા-હરીપર રોડ પર બે ટેન્કર ટકરાતાં લાગેલી ભીષણ આગ ઓલવવા ગયેલા જેસીબીમાં પણ આગ લાગી હતી અને હાલમાં 36 કલાક બાદ પણ હજી હાઇવે બંધ હાલતમાં છે. હાલમાં કચ્છ-માળીયા બાજુએથી આવતા બધા વાહનો વાયા સુરેન્દ્રનગર માલવણ થઇને અમદાવાદ તરફ જઇ રહ્યાં છે.

Back to top button