ધોરાજીમાં બોગસ પ્રિસાઈન્ડીંગ ઓફીસર ઝડપાતા રાજકીય ખળભળાટ
ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને આજે પ્રથમ તબક્કાનું મતદાન યોજાઈ રહ્યુ છે. ત્યારે ધોરાજીના કે.ઓ. શાહ કોલેજના મતદાન મથક ઉપર આજે સવારનાં બોગસ પ્રિસાઈન્ડીંગ ઓફીસર ઝડપાતા રાજકીય ચકચાર સાથે ખળભળાટ મચી જવા પામી છે. આ બોગસ પ્રિસાઈન્ડીંગ ઓફીસર મતદાન મથકમાં પત્નીના બદલે બેસી બોગસ મતદાન કરાવતો હોવાનું ખુલવા પામ્યું છે.
ધોરાજીમાં મતદાન દરમિયાન કે.ઓ. શાહ કોલેજના મતદાન મથક પર આજે સવારના મતદાન પ્રક્રિયાનો પ્રારંભ થતા જ મતદારોએ મતદાન કરવા માટે કતારો લગાવી દીધી હતી. આ દરમિયાન આ મતદાન મથકમાંથી રાજુ ભીમાણી નામના બોગસ પ્રિસાઈન્ડીંગ ઓફીસરને મતદારોએ પકડી પાડી ચૂંટણી અધિકારીને સોંપી દીધો હતો.
આ પણ વાંચો:રાજકોટ પોલીસ કમિશનરે મતદારોનો વધાર્યો ઉત્સાહ, કતારમાં ઉભા રહી પત્ની સાથે કર્યું મતદાન
રાજુ ભીમાણી નામનો આ પ્રિસાઈન્ડીંગ ઓફીસર તેની પત્નીના બદલે કે.ઓ. શાહ કોલેજના મતદાન બુથ પર બેસી બોગસ મતદાન કરાવતો હોવાની જાણ થતા જ મતદારોએ પકડી પાડેલ હતો અને આ બોગસ પ્રિસાઈન્ડીંગ ઓફીસર પર ચૂંટણી પંચના નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવે તેવી અપક્ષ ઉમેદવાર પરમાર સાહીદભાઈએ માંગ ઉઠાવી આ બાબતે ચૂંટણી અધિકારીને રજૂઆત કરી છે.