‘ધૂમ’ના ડિરેક્ટર સંજય ગઢવીનું હાર્ટ એટેકથી નિધન
- ‘ધૂમ’ના ડિરેક્ટર સંજય ગઢવીનું 57 વર્ષે હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. મળતી મહિતી પ્રમાણે સવારે ઘરે ચા પીતી વખતે તે અચાનક જમીન પર ઠળી પડ્યા હતા.
Dhoom director Sanjay Gadhvi: ‘ધૂમ’ અને ‘ધૂમ 2’ જેવી સુપરહિટ ફિલ્મોના દિગ્દર્શક સંજય ગઢવીનું રવિવારે નિધન થયું છે. તેમની ઉંમર 57 વર્ષ હતી. કહેવામાં આવી રહ્યું છે કે રવિવારે સવારે લગભગ 8.45 કલાકે ઘરે ચા પીતી વખતે તે અચાનક જમીન પર પડી ગયા અને હાર્ટ એટેક આવતા તેમનું મૃત્યુ થયું છે.
હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા:
ઘરે બેભાન થયા બાદ સંજય ગઢવીને તાત્કાલિક અંધેરીની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. હાલ સંજય ગઢબીનો મૃતદેહ હોસ્પિટલમાં છે.
આજે સાંજે થશે અંતિમ સંસ્કાર
કહેવામાં આવી રહ્યું છે કે તેમના અંતિમ સંસ્કાર 19 નવેમ્બરની મોડી સાંજ સુધીમાં કરવામાં આવશે. તેમના નિધન બાદ અનેક જાણીતી હસ્તીઓ સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કરી રહી છે. તેમના નિધનથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ઘેરો આઘાત લાગ્યો છે. તેમણે બોલિવૂડને ઘણી શાનદાર ફિલ્મો આપી છે. તે લોખંડવાલા અંધેરી વેસ્ટની ગ્રીન એકર સોસાયટીમાં રહેતા હતા. તાજેતરમાં જ સંજય ગઢવીએ શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઇદગાહ મસ્જિદના વિવાદ પર આધારિત ફિલ્મ બનાવવાની જાહેરાત કરી હતી.
આ ફિલ્મથી સંજય ગઠવીને ખ્યાતિ મળી હતી
જો સંજયના કામ પર નજર કરીએ તો તેમણે 2000માં ફિલ્મ ‘તેરે લિયે’થી દિગ્દર્શક તરીકેની શરૂઆત કરી હતી. ફિલ્મ ધ્યાને આવી ન હતી. પહેલા આ ફિલ્મનું નામ ‘તુ હી બાતા’ હતું, જેમાં અર્જુન રામપાલ અને રવિના ટંડન લીડ રોલમાં હતા. જોકે ઓછા બજેટના કારણે ફિલ્મ અટકી પડી હતી. સંજયને પહેલીવાર 2004માં ખ્યાતિ મળી હતી. તેમણે એક્શન થ્રિલર ફિલ્મ ધૂમનું દિગ્દર્શન કર્યું હતું. ધૂમ ફિલ્મમાં અભિષેક બચ્ચન, ઉદય ચોપરા, જોન અબ્રાહમ, એશા દેઓલ અને રિમી સેન જેવા સ્ટાર્સ જોવા મળ્યા હતા. આ ફિલ્મ સુપરહિટ રહી હતી.
- સંજયે ધૂમ 2, ‘મેરે યાર કી શાદી હૈ’ અને ઈમરાન ખાન સ્ટારર ફિલ્મ ‘કિડનેપ’નું પણ નિર્દેશન કર્યું છે. આ સિવાય 2012માં તેમણે ‘અજબ ગજબ લવ’નું નિર્દેશન કર્યું હતું. તેમણે ‘ઓપરેશન પરિન્દે’ ફિલ્મનું દિગ્દર્શન પણ કર્યું છે. આ ફિલ્મ 2020માં રિલીઝ થઈ હતી.
આ પણ વાંચો: મિસ યુનિવર્સ 2023ની જાહેરાત, જાણો કયા દેશની મોડેલને મળ્યો તાજ