સ્પોર્ટસ

ક્રિકેટરોના આદર્શ ખેલાડી ધોની, કીપર તરીકે નિષ્ફળ !! જાણો કોણે કહ્યું આવું

Text To Speech

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીની ગણતરી વિશ્વના મહાન કેપ્ટનોમાં થાય છે. ધોની વિકેટ પાછળ પણ ઘણો સફળ રહ્યો હતો અને તેની ચપળતાનો કોઈ જવાબ નહોતો. પરંતુ હવે પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન રાશિદ લતીફે ધોનીની સ્ટમ્પ પાછળની કુશળતાને લઈને આવો દાવો કર્યો છે, જે નિશ્ચિતપણે વિવાદમાં છે.

પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન રાશિદ લતીફની પ્રતિકાત્મક તસ્વીર
પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન રાશિદ લતીફની પ્રતિકાત્મક તસ્વીર
ધોનીની ડ્રોપ ટકાવારી 21 છે : ભૂતપૂર્વ કેપ્ટન રાશિદ લતીફ
રાશિદ લતીફના જણાવ્યા અનુસાર, વિકેટકીપર તરીકે ધોનીના આંકડા દર્શાવે છે કે તેની ડ્રોપ ટકાવારી ઘણી વધારે છે. લતીફે પોતાની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર કહ્યું, ‘ધોની એક બેટ્સમેન-વિકેટકીપર હતો. સ્વાભાવિક રીતે ધોની એક મોટું નામ છે પરંતુ જો હું આંકડાઓ પર જઈશ, તો તેની ડ્રોપ ટકાવારી 21 છે, જે ખૂબ મોટી છે.
આફ્રિકાના બાઉચર અને ઓસ્ટ્રેલિયાના ગિલક્રિસ્ટના વખાણ કર્યા
તેના રમતના દિવસોમાં પાકિસ્તાનનું નેતૃત્વ કરનાર લતીફે કહ્યું, “વિકેટકીપરની સફળતાને માપવા માટેના આંકડા ઘણા પાછળથી આવ્યા છે.  તમે મારા રેકોર્ડનો ઉપયોગ કરી શકતા નથી કારણ કે આ સ્કેલ 2002 ની આસપાસ અસ્તિત્વમાં આવ્યો હતો. અમે ત્યાં સુધીમાં રમી ચૂક્યા હતા. એડમ ગિલક્રિસ્ટની ટકાવારી માત્ર 11 હતી, માર્ક બાઉચર ઘણો સારો હતો.  ઓસ્ટ્રેલિયાના ટિમ પેને સારી શરૂઆત કરી પરંતુ અંતમાં ઘણા કેચ છોડ્યા.
ત્રણ આઈસીસી ટાઈટલ સાથે ધોનીની પ્રતિકાત્મક તસ્વીર
ત્રણ આઈસીસી ટાઈટલ સાથે ધોનીની પ્રતિકાત્મક તસ્વીર
ધોનીનો આંતરરાષ્ટ્રીય રેકોર્ડ, ટીમ ઈન્ડિયા ત્રણ આઈસીસી ટાઈટલ જીતવામાં સફળ
ધોનીની વાત કરીએ તો તે આગામી સિઝનમાં પણ ચેન્નાઈની કેપ્ટનશીપ કરતો જોવા મળશે.  એમએસ ધોનીએ 15 ઓગસ્ટ 2020ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી.  ધોનીએ ભારત માટે 350 ODI, 98 T20 આંતરરાષ્ટ્રીય અને 90 ટેસ્ટ મેચમાં 17266 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 108 અડધી સદી અને 16 સદી ફટકારી હતી. આ ઉપરાંત ધોનીની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયા ત્રણ આઈસીસી ટાઈટલ જીતવામાં સફળ રહી હતી.  ધોનીએ 350 વન-ડે ઈન્ટરનેશનલમાં વિકેટ પાછળ 444 વિકેટ લીધી હતી, જેમાં 321 કેચ અને 123 સ્ટમ્પિંગનો સમાવેશ થાય છે.  ટેસ્ટ ક્રિકેટમાં ધોની વિશ્વનો પાંચમો સૌથી સફળ વિકેટકીપર છે.  આ સાથે જ તે વન ડે ઈન્ટરનેશનલમાં સૌથી વધુ શિકાર કરવાના મામલામાં ત્રીજા નંબર પર છે.
Back to top button