વિશેષસ્પોર્ટસ

ધોનીને Twitter નથી ગમતું તો શું ગમે છે? તેની પાસેથી જ જાણો

Text To Speech

21 મે, અમદાવાદ: ભારતીય ક્રિકેટનો સૌથી સફળ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની સોશિયલ મીડિયા પર અપવાદરૂપ હાજરી જ પૂરાવે છે. પરંતુ પહેલાં આવું ન હતું. 2013 સુધી ધોની સતત સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતો ખાસ કરીને Twitter પર. પરંતુ હવે એવા સંજોગો ઉભા થયા છે કે ધોનીને Twitter નથી ગમતું. આ વાત કદાચ હવે X તરીકે ઓળખાતા Twitterના માલિક ઈલોન મસ્કને પસંદ નહીં પડે પરંતુ ધોનીએ આ માટે પોતાના કેટલાક કારણો પણ આપ્યા છે. તો ચાલો સમજીએ ધોની પાસેથી જ.

હાલમાં દુબઈ સ્થિત એક યુટ્યુબ ચેનલને ધોનીને ઇન્ટરવ્યુ આપ્યો હતો. આ ઇન્ટરવ્યુમાં ધોનીને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે તે કેમ સોશિયલ મીડિયાથી દૂર રહે છે. તો તેના જવાબમાં ધોનીએ કહ્યું હતું કે તે સોશિયલ મીડિયા એટલેકે Twitterથી દૂર રહેવાનું પસંદ કરે છે. આ પાછળ કારણ આપતા ધોની કહે છે કે Twitter પર તમે કશું લખો તો તરતજ વિવાદ શરુ થઇ જાય છે. પહેલાં જ્યારે Twitter ફક્ત 140 કેરેક્ટરની જ છૂટ આપતું ત્યારે તો કોઇપણ વ્યક્તિ ખરેખર શું કહેવા માંગે છે એ લખી જ નહોતો શકતો અને તેને કારણે વિવાદ ઉભો થઇ જતો.

ધોનીનું કહેવું છે કે Twitter પર આપણે આપણા મનની વાત લખીને પોસ્ટ કરીએ એટલે લોકો જે તેને વાંચે છે તે પોતાની રીતે તેનો મતલબ કાઢતા હોય છે અને પછી તેના પર વિવાદ ઉભો થઇ જાય છે આથી મેં Twitter છોડી દીધું છે.

જો Twitter છોડી દીધું છે તો ધોનીને બીજું કયું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ગમે છે? આ પ્રશ્નના જવાબમાં ધોનીએ કહ્યું હતું કે તેણે Instagram વધુ ગમે છે. આ પાછળનું કારણ જણાવતા તે કહે છે કે અહીં તમે ફોટોગ્રાફ્સ મૂકી શકો છો કે વિડીયો મૂકી શકો છો. આથી જે વસ્તુ દેખાય છે તેનો તે જ  મતલબ લોકો કાઢી શકે છે. જો કે ધોનીના મત અનુસાર હવે તો Instagram પણ બદલાઈ ગયું છે.

તો આ રીતે આપણે જણાઈ શક્યા છીકે કે ધોનીને Twitter નથી ગમતું તે પાછળના કારણો કયા કયા છે.  હાલમાં જ મહેન્દ્ર સિંધ ધોનીએ તેને અમેરિકા કેમ ગમે છે તે અંગે પણ ખુલાસો કર્યો હતો.

Back to top button