ઘૂંટણમાં દુખાવો હતો, પગ પર પાટો બાંધી ફાઈનલમાં ઉતર્યા હતા ધોની, વીડિયો જોઈને લોકો થયા ભાવુક
IPL 2023નું સફળતાપૂર્વક સમાપન થયું છે. IPLની 16મી સિઝનની વિજેતા ટીમ એમએસ ધોનીની આગેવાની હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સ બની હતી. ચેન્નાઈએ ફાઈનલ મેચમાં ગુજરાતને હરાવીને ટાઈટલ કબજે કર્યું હતું. ગુજરાત સામેની ફાઈનલમાં ઐતિહાસિક જીત બાદ ધોની ખૂબ જ ભાવુક જોવા મળ્યા હતા. આ દરમિયાન સોશિયલ મીડિયા પર કેટલાક વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યા છે.
ધોનીએ IPLની સમગ્ર સિઝન દરમિયાન પીડા સહન કરી હતી
ઘણા ઓછા લોકોને ખબર હશે કે એમએસ ધોનીએ IPLની સમગ્ર સિઝન દરમિયાન પીડા સહન કરી હતી. મેચ દરમિયાન, તે ઘણી વખત મેદાનમાં અથવા સીડીઓ ઉતરતી વખતે લંગડાતા જોવા મળ્યા હતા. ફાઈનલ મેચમાં પણ તેઓ ઈજાગ્રસ્ત અવસ્થામાં રમી રહ્યા હતા. ધોનીને પહેલી જ મેચમાં ઘૂંટણમાં મોટી ઈજા થઈ હતી. બે મહિના પટ્ટી બાંધીને, દર્દ સહન કરીને પણ પોતાની ટીમને ફાઈનલ સુધી પહોંચાડી અને જીત અપાવી. બે મહિના તેણે ઘૂંટણનું દર્દ સહન કર્યું અને આજે 1 જૂને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં ઘૂંટણની સર્જરી કરાવી.
MS ધોની ઘૂંટણ પર પટ્ટી બાંધીને મેદાનમાં ઉતરતા હતા
મેચ બાદ CSKના મુખ્ય કોચ સ્ટીફન ફ્લેમિંગે ધોનીની ઈજા અંગે અપડેટ આપ્યું હતું. ફ્લેમિંગે કહ્યું હતું કે ટૂર્નામેન્ટ પહેલાં ધોનીને ઘૂંટણમાં દુખાવો થઈ રહ્યો હતો. એ પછી તે પછીની મેચોમાં ડાબા ઘૂંટણ પર પટ્ટી બાંધીને રમતો જોવા મળ્યો હતો. આટલું જ નહીં, ઘૂંટણની ઈજાને કારણે તે મોટા ભાગની મેચોમાં બેટિંગ કરવા માટે પણ ઓર્ડરથી નીચે ઊતર્યો હતો. પિચ પર પણ તે દોડવા અને રન લેવાને બદલે મોટા શોટ રમતા વધુ જોવા મળ્યો હતો. ધોનીએ આઈપીએલ સીઝનના મધ્યમાં પણ કહ્યું હતું કે, “તે વધુ રન કરી શકતો નથી. એટલા માટે તે ઓર્ડરથી નીચે આવે છે અને મોટા શોટ રમવાનો પ્રયાસ કરે છે.” આ દરમિયાન હવે એક વીડિયો સામે આવ્યો છે.
જુઓ ધોનીનો આ વાયરલ વિડિયો
મહત્વનું છે કે, MS ધોનીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર હાલમાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ધોની ફાઈનલ મેચમાં બેટિંગ કરતા પહેલા ડ્રેસિંગ રૂમમાં ઘૂંટણ પર પટ્ટી બાંધતા જોવા મળી રહ્યા છે, જે ખૂબ જ લાગણીશીલ પળ છે. જુઓ આ વાયરલ વિડિયો.
MS Dhoni came to bat even with this injured knee????
His commitment towards the game???? pic.twitter.com/9AL8BQGvf5
— ♚ (@balltamperrer) May 31, 2023
આ પણ વાંચો: તે રાત્રે મહેન્દ્રસિંહ ધોની ધ્રુસકે ને ધ્રુસકે રડ્યા હતા, આ શું કહ્યુ હરભજસિંહે કેપ્ટન કુલ વિશે?