ધોળકાઃ ઘરફોડ ચોરીનો કેસ ઉકેલાયો, 1045000-/ના મુદ્દામાલ સાથે ત્રણની ધરપકડ
અમદાવાદ, 31 મે, ચોરીના બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે તસ્કરો લાખોની માતાની ચોરીને અંજામ આપી ફરાર થઈ જતાં હોય છે જેને લઈને પોલીસ પણ સક્રિય થઈ ગઈ છે અને તસ્કરોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અમદાવાદ શહેરના ધોળકા તાલુકામાં આશરે 10 લાખથી વધુ રકમની ઘર ફોડ ચોરી થઈ હોવાની ધોળકા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. જે આધારે ધોળકા એલસીબી દ્વારા 10 લાખ 45 હજારના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીની ધરપકડ કરી લીધી છે, અને આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ત્રણ ઈસમો દ્વારા 10 લાખથી વધુ રકમની કરાઈ હતી ચોરી
પોલીસ સુત્રો પ્રમાણે મળતી માહિતી મુજબ અમદાવાદના ધોળકા તાલુકા પોલીસ સ્ટેશનમાં ધોળકાની અમનપાર્ક સોસાયટીમાં ઘરફોડ ચોરીનો બનાવ બનવા પામતા ફરિયાદ નોંધાઇ હતી. જે બાદ આરોપીઓને પકડવા માટે એલસીબીએ ચક્રો ગતિમાન કર્યા હતા. બાતમીના આધારે ત્રણ ઈસમોને 10,45,000 ના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી હતી. પકડાયેલા ત્રણેય ઈસમોના નામ 1) હારૂનખાન શરીફખાન પઠાણ જે હાલ જ્યાં ઘરફોડ ચોરી કરાઈ એ જ અમનપાર્ક સોસાયટીમાં રહેતો હતો. જે મૂળ કાશગંજ ઉત્તર પ્રદેશનો રહેવાસી છે. 2) તૈયબઅલી અકબરઅલી ખાન, છાણી જકાતનાકા, વડોદરાનો રહેવાસી છે. 3) રફિકઆલમ શહેરઆલમ પઠાણ જે હાલ અમદાવાદ શહેર પોલીસ કમિશનર ઓફિસની પાછળ રહેતો હતો. ત્રણેય આરોપીઓની રોકડ રકમ સાથે ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
10,10000-/ ની રોકડ જપ્ત કરાઇ
એલસીબી અધિકારી વિપુલકુમાર પટેલને મળેલી ચોક્કસ બાતમીના આધારે ધોળકા ટાઉનમાં પોલીસે વોચ ગોઠવી હતી. જે બાદ ત્રણેય ઈસમો પોલીસની હાથે ઝડપાયા હતા અને તેઓની પાસેથી રોકડ રકમ 10 લાખ, 10 હજાર રૂપિયા સાથે કુલ 10 લાખ, 45 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો..અમદાવાદના નિવૃત્ત CAને શેરબજારમાં રોકાણ કરાવી 1.97 કરોડની છેતરપિંડી આચરનાર ઝડપાયો