મુંબઈની ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં બોમ્બ હોવાનો કોલ આવતા ભારે ખળભળાટ મચી જવા પામી છે. મંગળવારે સ્કૂલને ધમકીભર્યો ફોન આવ્યો હતો જેમાં કોઈ અજાણ્યા વ્યક્તિએ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. અને કોલ કરનારે સ્કૂલમાં ટાઈમ બોમ્બ લગાવ્યો હોવાનો દાવો પણ કર્યો હતો.
ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલને મળી ધમકી
દેશની આર્થિક રાજધાની મુંબઈના BKC વિસ્તારમાં આવેલી ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલને મંગળવારે સાંજે 4.30 વાગ્યે સ્કૂલની લેન્ડલાઈન પર બોમ્બની ધમકીનો કોલ આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર ફોન કરનારે કહ્યું કે તેણે સ્કૂલના પરિસરમાં ટાઈમ બોમ્બ મૂક્યો હતો. આટલું કહીને તેણે ફોન કાપી નાખ્યો હતો.આ કોલને લઈને હાલ સ્કુલમાં ભયનો માહોલ સર્જાયો છે. પોલીસે પણ આ મામલે તપાસ શરુ કરી દીધી છે.
પોલીસમાં તપાસનો ધમધમાટ
મુંબઈમાં સ્થિત ધીરુભાઈ અંબાણી સ્કૂલને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ મચી જવા પામી છે. મળતી માહીતી મુજબ ધીરુભાઈ અંબાણી સ્કૂલના લેન્ડલાઈન નંબર પર મંગળવારની સાંજે 4.30 વાગે એક અજાણ્યા વ્યક્તિએ કૉલ કરીને કહ્યુ કે મે તમારી સ્કૂલમાં ટાઈમ બૉમ્બ લગાવ્યો છે. જેથી સ્કૂલ દ્વારા આ અંગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવામાં આવી હતી. સ્કૂલની ફરિયાદ પર બીકેસી પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે આઈપીસીની કલમ 505(1) (બી) અને 506 હેઠળ ગુનો નોંધીને તપાસ શરુ કરી દીધી છે. આ દરમિયાન મુંબઈ પોલીસે કહ્યુ કે તેણે અજ્ઞાત કૉલરની શોધી લીધો છે અને તે ટૂંક સમયમાં આરોપીને પકડી લેશે.
આ પણ વાંચો : હવે પ્રાથમિક શાળાઓમાં નહી ચાલે શિક્ષકોની અનિયમિતતા, શિક્ષણ વિભાગે આપ્યો મોટો આદેશ