‘જ્ઞાનવાપી મસ્જિદ નથી, એ ભગવાન શંકરનું મંદિર છે, તેને મસ્જિદ કહેવાનું બંધ કરો’ – ધીરેન્દ્ર શાસ્ત્રી
- જ્ઞાનવાપી મામલે ધીરેન્દ્ર શાસ્ત્રીનું નિવેદન
- કહ્યું, જ્ઞાનવાપી ભગવાન શિવનું મંદિર છે
- “જ્ઞાનવાપી કોઈ મસ્જિદ નથી, તેને મસ્જિદ ન કહેવું”-ધીરેન્દ્ર શાસ્ત્રી
બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી પોતાના નિવેદનોને લઈ અવારનવાર વિવાદોમાં આવતા રહેતા હોય છે. તેઓ અવારનવાર વિવાદિત નિવેદનો આપી દેતા વિવાદો પણ સર્જાઈ જતા હોય છે. ત્યારે અવારનવાર વિવાદોમાં આવતા ધીરેન્દ્ર શાસ્ત્રીએ હવે જ્ઞાનવાપીને લઈને નિવેદન આપ્યું હોવાનું સામે આવ્યું છે. જેમાં તેમણે ભગવાન શિવને લઈને વાત કરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર,મધ્યપ્રદેશનાં છિંદવાડામાં રામકથા કરવા પહોંચ્યાં હતા.ધીરેન્દ્ર શાસ્ત્રી જ્યારે છિંદવાડા પહોંચ્યા ત્યારે તેમના સ્વાગત માટે કમલનાથ પોતે અને તેમનો પુત્ર નકુલનાથ એરપોર્ટ પહોંચ્યાં હતાં. એરપોર્ટથી કમલનાથ ધીરેન્દ્ર શાસ્ત્રીને પોતાના ઘરે લઈ ગયાં. ઘરે જ તેમનું તિલક લગાવી સ્વાગત કરવામાં આવ્યું. મહત્વનું છે કે,છિંદવાડામાં રામકથા કરવા પહોંચેલા બાગેશ્વર ધામ સરકારનાં કથવાચક ધીરેન્દ્ર શાસ્ત્રીએ જ્ઞાનવાપીને લઈને મોટું નિવેદન આપ્યું છે. સોમવારે જ્યારે તેમને જ્ઞાનવાપી મામલે સવાલ પૂછવામાં આવ્યો. ત્યારે તેમણે કહ્યું કે, જ્ઞાનવાપી કોઈ મસ્જિદ નથી, તે ભગવાન શિવનું મંદિર છે. તેને મસ્જિદ કહેવાનું બંધ કરો”
જ્ઞાનવાપી મસ્જિદ નથી, એ ભગવાન શંકરનું મંદિર છે, તેને મસ્જિદ કહેવાનું બંધ કરો' – ધીરેન્દ્ર શાસ્ત્રી#GyanvapiMosque #Mosque #DhirendraKrishnaShastri #DhirendraKrishna #Video #government #SupremeCourt #SupremeCourtofIndia #lordshiva #news #Gujarat #gujaratinews #humdekhengenews pic.twitter.com/fTQ9NX0BJN
— Hum Dekhenge News (@humdekhengenews) August 7, 2023
અમે રાજનીતિનાં માણસ નથી-ધીરેન્દ્ર શાસ્ત્રી
ધીરેન્દ્ર શાસ્ત્રીએ આગામી MPની ચૂંટણીને લઈને કહ્યું કે,” અમે રાજનીતિનાં માણસ નથી, અમને આ બધાંથી દૂર રાખો.” આ સિવાય તેમણે કહ્યું કે,” તેમને છિંદવાડા આવીને સારું લાગ્યું. તેઓ હંમેશા બધી જગ્યાએ જાય છે. કમલનાથજી ધામ પણ ગયાં છે. સનાતન બધાનું છે. અને અમારા માટે બધાં સમાન છે, સમગ્ર વિશ્વ એકસમાન છે. જે બાલાજીનાં છે તે અમારાં છે. “
કોંગ્રેસ નેતાએ કરાવી શાસ્ત્રીની કથા
છિંદવાડાનાં સિમરિયામાં ધીરેન્દ્ર શાસ્ત્રીની રામકથા માટે આશરે 25 એકર જમીન ભાડે લેવામાં આવી હતી. સિમરિયામાં જ કમલનાથે 108 ફુટ ઊંચી હનુમાનજીની મૂર્તિ બનાવડાવી હતી જેની સાથે એક મંદિર પણ બનાવ્યું હતું. આ મંદિરની પાસે જ રામકથાનું આયોજન કરવામાં આવ્યું. છિંદવાડાની મારુતિ નંદન સેવા સમિતિનાં સંયોજક આનંદ બખ્શી, પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ અને સાંસદ નકુલનાથ ધીરેન્દ્ર શાસ્ત્રીની કથા આયોજિત કરવા માટે ઘણાં સમયથી મહેનત કરી રહ્યાં હતાં. એવું પહેલીવાર બની રહ્યું છે કે કોઈ કોંગ્રેસી નેતા ધીરેન્દ્ર શાસ્ત્રીની કથાનું આયોજન કરી રહ્યું હોય.
આ પણ વાંચો : પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી સિંદૂર અને મંગળસૂત્ર વાળા નિવેદનથી ફસાયા, મહિલા આયોગમાં ફરિયાદ