ગુજરાતટોપ ન્યૂઝ

અંબાજીમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ લવ જેહાદ મામલે કહી મોટી વાત

  • યાત્રાધામ અંબાજી ખાતે ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબારનું આયોજન
  • ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા એક પત્રકાર પરિષદ યોજાઇ
  • વિધર્મી બહેનોને ગરબામાં લાવી બહેનચારો કરવો જોઇએ

ગુજરાતમાં બાગેશ્વર ધામનાં ધીરેન્દ્ર શાસ્ત્રી આવ્યા છે. જેમાં અંબાજીમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ લવ જેહાદ મામલે મોટી વાત કહી છે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું છે કે લવ જેહાદ સ્કૂલ કોલેજમાં ફેલાઈ રહ્યું છે. તેમજ ધીરેન્દ્ર શાસ્ત્રીએ ગરબામાં વિધર્મીઓના પ્રવેશ અંગે જણાવ્યું છે કે ગરબામાં ગંગાજળ અને ગૌમુત્ર પીવડાવી એન્ટ્રી અપાવી જોઇએ.

આ પણ વાંચો: ગુજરાત: નવરાત્રિમાં ખેલૈયાઓ માટે હવામાન વિભાગ દ્વારા વરસાદ મામલે કરાઇ આગાહી

વિધર્મી બહેનોને ગરબામાં લાવી બહેનચારો કરવો જોઇએ

હાલમાં સમગ્ર રાજ્યમાં નવરાત્રીની ઉજવણી ચાલી રહી છે ત્યારે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી અંબાઝી ખાતે નવરાત્રીના દિવસો દરમિયના બે દિવસીય કથાનું આયોજન કરી રહ્યા છે. આ પહેલા તેમણે અમદાવાદમાં એક પત્રકાર પરિષદમાં નવરાત્રીમાં વિધર્મીઓના પ્રવેશ અંગે કહ્યું કે, વિધર્મી બહેનોને ગરબામાં લાવી બહેનચારો કરવો જોઇએ. ગરબામાં ગંગાજળ અને ગૌમુત્ર પીવડાવી એન્ટ્રી આપવી જોઇએ.

ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા એક પત્રકાર પરિષદનું આયોજન

અંબાજીમાં યોજાનારા બાબા બાગેશ્વર ધામનાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાગેશ્વર ધામનાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું હતું કે લવ જિહાદ સ્કૂલ-કોલેજમાં ફેલાઈ રહ્યું છે. તેમજ નવરાત્રીમાં ગરબામાં આવનાર મુસ્લિમ યુવકો પર પ્રહાર કર્યો હતો. ભાઈચારાના નામે આવતા મુસ્લિમ યુવકો પોતાની બહેનોને પણ ગરબામાં લાવી બહેનચારો પણ કરે.

યાત્રાધામ અંબાજી ખાતે ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબારનું આયોજન

યાત્રાધામ અંબાજી ખાતે ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે તેમણે કહ્યું કે, સનાતન એજ જીવનનો રસ્તો છે. તેનાથી જ વિશ્વમાં શાંતિ થશે. તેમજ ધીરેન્દ્ર શાસ્ત્રી ભારતભરમાં પગપાળા યાત્રા કરશે. ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી આવેલા બાબાના અનુયાઈઓ સહીત પીડિતોની મુશ્કેલીનું બાબા ચિઠ્ઠી ખોલી સમાધાન કરશે. આજે બાબાના દિવ્ય દરબારને લઇ મોટી સંખ્યામાં ભક્તો અંબાજી પહોંચ્યા છે.

Back to top button