મધ્યપ્રદેશના બાગેશ્વર ધામ સરકારના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી આજકાલ ખૂબ જ ચર્ચામાં છે. સોશિયલ મીડિયા થી લઈને નેશનલ મીડિયા સુધી બાબા ખૂબ જ પ્રખ્યાત બની રહ્યા છે. સમગ્ર દેશમાં હાલ બાબાના નામની ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે અંધશ્રદ્ધા નિવારણ સમિતિ દ્વારા કહેવામાં આવ્યું કે બાગેશ્વર ધામ સરકાર ને ચમત્કાર સાબિત કરવા માટે પડકાર આપવામાં આવ્યો તો તેઓ કથા અડધી મૂકીને ભાગી ગયા હતા. બાદમાં તેમણે પડકાર આપનાર લોકોને રાયપુરમાં બોલાવ્યા જ્યાં તેમની રામકથા ચાલતી હતી જ્યાં તેમણે મીડિયકર્મીઓ ને પણ પોતાનો ચમત્કાર બતાવાનો દાવો કર્યો.
ધીરેન્દ્ર બાબા ની વાત કરીએ તો તેમના કહેવા પ્રમાણે તેઓ લોકોના મનની વાત જાણી લે છે. તેમના દરબારમાં આવેલા વ્યક્તિના મોબાઈલ નંબર અને ઘરમાં મૂકેલી વસ્તુઓ વિષે પણ જણાવી દે છે. આ બધી બાબતો માટે જ અંધવિશ્વાસ નિવારણ સમિતિએ તેમણે પડકાર ફેંક્યો હતો. બાગેશ્વર ધામ સરકારમાં કથા દરમિયાન કહેવાતા બાબા લોકોની સમસ્યાઓ સંભાળી તેનું સમાધાન કરતાં હોવાનો દાવો કરે છે અને ભૂતપ્રેત તથા બિમારીઓનું નિવારણ પણ બાબા કથા દરમિયાન કરી દેતા હોવાનો દાવો કરવામાં આવે છે. વ્યક્તિને જોતાં જ તેની દરેક મુશ્કેલી જાણી લઈ નિવારણ કરી દેવાય છે. બાગેશ્વર ધામ સરકારનું માનીએ તો ધીરેન્દ્ર શાસ્ત્રી એ ભગવાન સુધી લોકોની વાત પહોંચાડવાનો રસ્તો છે.
આ પણ વાંચો : અમરેલી : મોતીયાનું ઓપરેશન થયા બાદ દર્દીઓની આંખો ગઈ, હવે ન્યાય માટે વલખા મારવાની સ્થિતિ
બાગેશ્વર ધામની વેબસાઇટની મુલાકાત કરતાં માલૂમ પડ્યું કે ધીરેન્દ્ર શાસ્ત્રી દર મંગળવારે પોતાનો દરબાર લગાવે છે જેમાં અગાઉથી જેમને ટોકન લીધા હોય તેમની સમસ્યાઓનું સમાધાન કરવામાં આવે છે. ટોકન લેવા માટે તમારે તમારી બધી ડિટેલ્સ તેમને આપવાની હોય છે. ત્યારબાદ તમારી અરજી મંજૂર થાય તો તમને એ દરબારમાં જવા મળે અને બાબા તમારી સમસ્યાનું સમાધાન કરે તેવું બાગેશ્વર ધામનું કહેવું છે.
આ પણ વાંચો : સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર માટે કેન્દ્ર સરકારને જાહેર કરી ગાઈડલાન્સ, હવે જો ખોટી જાહેરાત કરી તો…
અગાઉ આશારામ બાપુ પણ આવું જ કઈક કરતાં હતા. આશારામ આશ્રમમાં પણ કેટલાક ભક્તો ને ભીની માટી અને સૂકી માટી સંતાન પ્રાપ્તિ માટે આપવામાં આવતી હતી જેમાં ભીની માટી એટલે પુત્રીનો જન્મ અને સૂકી માટી એટલે પુત્ર જન્મ, આમ ભારત દેશમાં આવ બીજા કેટલાય બાબા થઈ ગયા જે પોતાને ભગવાન માની લોકોને ગુમરાહ કરતાં રહ્યા છે.
હદ તો ત્યારે થઈ જાય છે જ્યારે દેશના કેટલાક નેતાઓ પોતાના રાજકીય રોટલા સેકવામાં આવા બાબાઓનો સહારો લે છે અને એમનું સમર્થન કરે છે. ભૂતકાળમાં આવા કેટલાય કિસ્સા છે જે આ બાબા ના કિસ્સા સાથે બંધ બેસે છે.