ઓડિશા ટ્રેન દુર્ઘટના પર ધીરેન્દ્ર શાસ્ત્રીએ વ્યક્ત કર્યો શોક
ઓડિશાના બાલાસોરમાં 2 જૂનની સાંજે બનેલી ભયાનક ટ્રેન દુર્ઘટનાએ ઘણા બધા પરિવારોને બરબાદ કરી નાંખ્યા છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 288થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે ઘાયલોની સંખ્યા 1100થી વધુ છે. હવે આ ઘટના પર બાગેશ્વર ધામના મહંત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું, ‘ઓડિશામાં ભયાનક ટ્રેન દુર્ઘટનાથી મન વ્યથિત છે. આનાથી મને ઘણી પીડા થઈ છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તમામ ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય.’
શું બાબાની શક્તિ આ મોટી દુર્ઘટનાને રોકી શકતી હતી?
તે જ સમયે જ્યારે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને પૂછવામાં આવ્યું કે, શું તેમની શક્તિ આ મોટી દુર્ઘટનાનો સંકેત આપી શકતી હતી? આ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે ‘લોકો સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે આવા આક્ષેપો કરે છે. જો તે આવું કરી શક્યો હોત તો તેણે અત્યાર સુધીમાં કરોડો રૂપિયા કમાઈ લીધા હોત. સાથે જ તેમણે કહ્યું કે જે લોકો આવી વાતો ફેલાવે છે તેઓ માત્ર મારું નામ ખરાબ કરવા માંગે છે.
સાક્ષી હત્યાકાંડ અને હિંદુ રાષ્ટ્ર પર પણ કરી વાત
બાગેશ્વર ધામના મહંતે કહ્યું કે હિન્દુ રાષ્ટ્રનો અર્થ છે સામાજિક સમરસતા. જાતિવાદ શૂન્ય થવો જોઈએ અને મંદિરના પૈસા સનાતન ધર્મ પાછળ ખર્ચવા જોઈએ. સાથે જ તેમણે એમ પણ કહ્યું કે ભગવાન રામની યાત્રા(રામ નવમી યાત્રા) પર પથ્થર ફેંકનારાઓએ ભારતમાં રહેવું જોઈએ નહીં. એટલું જ નહીં, ધીરેન્દ્ર શાસ્ત્રીએ એમ પણ કહ્યું કે ‘જો આજે હિન્દુ રાષ્ટ્ર માટે અવાજ નહીં ઉઠાવવામાં આવે તો સાક્ષી સાથે જે થયું તે અન્ય બહેનો અને દીકરીઓ સાથે પણ થઈ શકે છે.’
શું ધીરેન્દ્ર શાસ્ત્રી આવશે રાજકારણમાં?
આ પ્રશ્નના જવાબમાં બાગેશ્વર ધામના મહંત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું કે તેઓ કરોડોની આધ્યાત્મિકતા છોડીને 10 રુપિયાની રાજનીતિમાં જોડાવાનું ક્યારેય પસંદ કરશે નહીં.
આ પણ વાંચો: તપાસમાં ખબર પડી ગઈ ઓડિશામાં કેવી રીતે થયો ભયાનક ટ્રેન અકસ્માત? અશ્વિની વૈષ્ણવે આપી મોટી માહિતી