ધવલસિંહનું એક તરફ ભાજપને સમર્થન બીજી તરફ શામળ પટેલ સામે જ મોરચો ખોલ્યો, જાણો શું છે સમગ્ર ઘટના


ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનમાં નાવ ચેરમેન ની ચુંટણી મંગળવારે થવાની છે ત્યારે ગઈ કાલે બાયડ-માલપુર ના અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા એ હાલના ફેડરેશન ચેરમેન અને સાબર ડેરીના ચેરમેન શામળ પટેલ સામે મોરચો ખોલ્યો છે.
આ પણ વાંચો : સુરત: ગુમ થયેલી યુવતીને શોધવા જતાં આરોપીઓએ પોલીસને બંધક બનાવી
તમને જણાવી દઈએ કે વિધાનસભા 2022 ની ચુંટણીમાં ભાજપ દ્વારા ધવાલસિંહ ઝાલા ને ટિકિટ ન આપતા અપક્ષ ચુંટણી લડ્યા હતા અને ચુંટણી જીત્યા બાદ તરત જ ભાજપ ને સાર્થન પણ આપ્યું હતું. ચુંટણી સમયે જ્યારે અરવલ્લી ભાજપ પ્રમુખ દારૂની ગાડી સાથે ઝડપાયા હતા ત્યારે આ જ ધવલસિંહ દ્વારા ભાજપ વિરુદ્ધ નારેબાજી કરતો વિડીયો પણ વાયરલ થયો હતો.હવે મિલ્ક ફેડરેશન ની ચુંટણી થઈ રહી છે ત્યારે ધવલસિંહ દ્વારા ગઈ કાલે ફેસબુક લાઈવ થઈને સાબર ડેરીમાં વેચાતી નોકરી અને ચાલતા કૌભાંડો અંગે વાત કરતાં દેખાયા હતા. ત્યાર બાદ આ વિડીયો લીંક પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. આ ફેડરેશન ચુંટણીમાં મહેસાણા બાજુ થી પણ એક ઉમેદવાર જોર લગાવી રહ્યા છે ત્યારે આ તરફ ધવલસિંહને પણ કોઈ ભાજપ ના જ નેતા આંગળી પકડી રહ્યા હોય તેવી લોક વાયકા હાલ ચાલી રહી છે.
મહેસાણા બાજુના ઉમેદવાર પણ ખૂબ મહેનત કરી રહ્યા છે ત્યારે આ વખતે ફેડરેશન ની ચુંટણી માં માહોલ બની રહેશે તેવું લાગી રહ્યું છે.