ટ્રેન્ડિંગમનોરંજન

ધર્મેન્દ્રના પહેલાં પત્ની પ્રકાશ કૌરે “સૌતન” હેમા માલિની વિશે કરી આ વાત

Text To Speech

મુંબઈ, 03 ફેબ્રુઆરી: ધર્મેન્દ્રના પહેલાં પત્ની પ્રકાશ કૌર આમ તો હંમેશાં લાઇમલાઇટથી દૂર રહ્યાં છે. ખાસ કરીને પ્રકાશ કૌરે હંમેશાં ધર્મેન્દ્ર અને હેમા માલિનીના લગ્ન વિશે વાત કરવાનું ટાળ્યું છે. પરંતુ તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં તેમણે આ રિલેશન પર દિલ ખોલીને વાત કરી હતી. આ ઇન્ટરવ્યૂમાં પ્રકાશ કૌરે ઇન્ડસ્ટ્રીના એવા લોકોને ટાર્ગેટ કર્યા જેઓ ધર્મેન્દ્રને વુમનલાઇઝર કહે છે. જો કે, પ્રકાશ કૌરે વાતચીત દરમિયાન ધર્મેન્દ્રનો સંપૂર્ણ બચાવ કર્યો હતો અને હેમા માલિનીના નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી હતી.

પ્રકાશ કૌરે કહ્યું કે, તેમને ધર્મેન્દ્રથી કોઈ ફરિયાદ નથી. તે એક ખૂબ સારા પિતા છે અને એક પતિ તરીકે તેઓ હંમેશાં મારી પડખે ઊભા રહ્યા છે. પ્રકાશ કૌરે એવા લોકો પર ટાર્ગેટ કર્યું જેમણે ધર્મેન્દ્રને વુમનાઇઝર કહ્યા છે. પ્રકાશ કૌરનું કહેવું છે કે, ઇન્ડસ્ટ્રીના બધા લોકો આવા જ છે. તેમને ધર્મેન્દ્ર પર આંગળી ચીંધવાનો કોઈ હક નથી. તેમણે એમ પણ કહ્યું કે, હેમા માલિની એવી છે જેમને કોઈપણ પસંદ કરી લે. હવે જો ધર્મેન્દ્રએ હેમા માલિની જોડે લગ્ન કર્યા આમાં તેમનો શું વાંક? પ્રકાશ કૌરના કહેવા મુજબ, તેઓ હંમેશા પોતાના પરિવાર પ્રત્યે વફાદાર રહ્યા છે અને રહેશે.

હેમા માલિના નિર્ણય પર સવાલ ઊઠાવ્યા

ધર્મેન્દ્રને હંમેશા સપોર્ટ કરનાર પ્રકાશ કૌરે ચોક્કસપણે હેમા માલિનીના નિર્ણય સામે વાંધો વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે હેમા માલિની માટે ધર્મેન્દ્ર સાથે લગ્ન કરવું સરળ નહોતું. તેને તેના પરિવાર અને સંબંધીઓની નારાજગીનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ તે પ્રેમના કારણે મજબૂર બની હતી. આ અંગે તેમણે એમ પણ કહ્યું કે જો તે એક મહિલા હોવાના નાતે હેમા માલિનીની જગ્યાએ હોત તો તેણે ક્યારેય પરિણીત પુરુષ સાથે લગ્ન ન કર્યા હોત. તે ચોક્કસપણે તેમના પરિવાર અને બાળકો વિશે વિચારશે.

આ પણ વાંચો: અક્ષય કુમારે ગાયેલા ગીત ‘શંભુ’નું પાવરફુલ ટીઝર થયું રિલીઝ

Back to top button