ધર્મેન્દ્ર અને હેમામાલિનીની 44મી એનિવર્સરી, પોસ્ટ કર્યો રોમેન્ટિક વીડિયો


- હિન્દી સિનેમાના કપલે રિલ લાઈફથી રીયલ લાઈફ સુધીની સફર કરી તેને આજે 44 વર્ષ પૂરા થયા છે. આજે ધર્મેન્દ્ર અને હેમામાલિનીની 44મી એનિવર્સરી છે
2 મે, મુંબઈઃ બોલિવૂડના ફેવરિટ કપલ્સની વાત આવે તો ધર્મેન્દ્ર અને હેમા માલિનીનું નામ લેવું જ પડે. ‘શોલે’, ‘સીતા ઔર ગીતા’, ‘ડ્રીમ ગર્લ’, ‘પ્રતિજ્ઞા’ જેવી ઘણી હિટ ફિલ્મો આપનાર હિન્દી સિનેમાના આ કપલે રિલ લાઈફથી રીયલ લાઈફ સુધીની સફર પૂરી કરી તેને આજે (2 મે) 44 વર્ષ પૂરા થયા છે. આજે ધર્મેન્દ્ર અને હેમામાલિનીની 44મી વેડિંગ એનિવર્સરી છે.
હેમાએ શેર કર્યો વિડિયો
આ સેલિબ્રિટી કપલને તેમના ફેન્સ અને મિત્રો વેડિંગ એનિવર્સરીની શુભકામનાઓ પાઠવી રહ્યા છે. આ દરમિયાન ડ્રીમ ગર્લે તેના લવિંગ હસબન્ડ માટે એક સુંદર પોસ્ટ શેર કરી છે. વેડિંગ એનિવર્સરી પર હેમા માલિનીએ તેના ઈન્સ્ટાગ્રામ પર ધર્મેન્દ્ર સાથેના ફોટાઓનો કોલાજ વીડિયો શેર કર્યો અને તેના શુભચિંતકોનો આભાર માન્યો છે.
View this post on Instagram
લાઈફમાં મળેલી સુંદર ભેટ બદલ ભગવાનનો આભાર
કોલાજ વીડિયોમાં ધર્મેન્દ્ર-હેમાની સુંદર પળોની તસવીરો જોઈ શકાય છે. એક ફિલ્મના સેટ પરની એક તસવીર પણ છે, જેમાં બંને એકબીજાના પ્રેમમાં ખોવાયેલા જોવા મળે છે. આ વીડિયો હેમાના એક ફેન દ્વારા બનાવવામાં આવ્યો છે જે તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કર્યો છે. આ વીડિયોની સાથે અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું છે કે આજે અમારી લગ્નની વર્ષગાંઠ છે! એક સાથે 44 વર્ષ, 2 સુંદર પુત્રીઓ, સુંદર પૌત્રો અને આસપાસના પ્રેમાળ લોકો. અમારા ચાહકો અને તેમની અપાર પ્રશંસા! હું જીવન પાસેથી આનાથી વધુ શું માંગી શકું? જીવનની આ સુંદર ભેટ માટે ભગવાનનો આભાર.
View this post on Instagram
ઈશા દેઓલે પણ કર્યું વિશ
માતા-પિતાની લાડલી દીકરી ઈશા દેઓલે પણ એક ખાસ પોસ્ટ શેર કરી છે. તેણે માતા-પિતાની એક અનદેખી તસવીર શેર કરીને લખ્યું છે મારા મમ્મી પાપાને એનિવર્સરીની શુભકામનાઓ. હું તમને બંનેને ખૂબ પ્રેમ કરું છું અને તમને હગ કરવા ઈચ્છું છું.
આ પણ વાંચોઃ સસ્પેન્સનો આવ્યો અંત, આ દિવસે રિલીઝ થશે પંચાયત 3