Dharmendra Health Update:ધર્મેન્દ્રને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા, હવે ઘરે જ હી-મેનનો ઈલાજ થશે

મુંબઈ, 12 નવેમ્બર 2025 : બોલિવુડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રને તાજેતરમાં આરોગ્ય બગડવાને કારણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 89 વર્ષીય અભિનેતા અંગે હવે રાહતના સમાચાર આવી રહ્યા છે.
એક તરફ 10 નવેમ્બરે ધર્મેન્દ્રને વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યા હતા, ત્યારે હવે જાણવા મળ્યું છે કે અભિનેતાના આરોગ્યમાં પહેલા કરતાં નોંધપાત્ર સુધારો થયો છે. આ કારણે તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપી દેવામાં આવ્યા છે.
ધર્મેન્દ્રનો પરિવાર જલ્દી જ તેમને ઘરે લઈ જશે, અને ત્યારબાદ અભિનેતાના બંગલામાં જ તેમની સારવાર ચાલુ રહેશે.
હવે ઘરે જ થશે ધર્મેન્દ્રની સારવાર
બ્રીચ કેન્ડી હોસ્પિટલના ડોક્ટરે પુષ્ટિ કરી છે કે પરિવારની ઈચ્છા અનુસાર ધર્મેન્દ્રને હોસ્પિટલમાંથી છુટ્ટી આપવામાં આવી છે. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ હવે તેમની સારવાર ઘરે જ ચાલુ રહેશે.
આ પણ વાંચો : રાજસ્થાનમાં IAS પતિ-પત્ની વચ્ચે વિવાદ , બંદૂકના નાળચે છૂટાછેડા માંગ્યાની ફરિયાદ












