અમદાવાદગુજરાતટ્રેન્ડિંગધર્મવિશેષ

‘ધર્મ અને આસ્થાની ધરા’ ગુજરાત પ્રવાસીઓની પહેલી પસંદ, દર વર્ષે અંદાજે 7થી 10 હાજર કરોડનું ટર્ન ઓવર

ગુજરાતમાં અંદાજે 50 હાજર મંદિર છે , દર એક લાખ લોકોએ ૭ મંદિર જોવા મળે છે , રાજ્યમાં અનેક નાના મોટા મંદિરો જોવા મળે છે ત્યારે મોટા મંદિરની  વાર્ષિક આવક 800થી 1 હાજર કરોડ જેટલી અંદાજે હોવાનું એક રીપોર્ટમાં જાણવા મળ્યું છે. દક્ષિણ પછી, સૌની પસંદ ગુજરાત, એક વર્ષમાં 4 મોટા મંદિરમાં 4.50 કરોડ શ્રદ્ધાળુંઓએ ગુજરાતના મંદિરોની મુલાકાત લીધી છે . રાજ્યમાં ધાર્મિક પ્રવાસથી રાજ્યની કમાણી આસરે ૭ હજાર કરોડ રુપયા હોવાનું એક રીપોર્ટમાં સામે આવ્યું છે. મુંબઈ આઈઆઈટીના પૂર્વ વિધાર્થીઓ દ્વારા દેશના મંદિરોની વિગતો રજુ કરતી વેબસાઈટ ટેમ્પલ્સ ઓફ ઈન્ડીયાની માહિતી અનુસાર, ગુજરાતમાં અંદાજે 50 હજાર મંદિર છે. દેશ માં મંદિરોના વિષયોમાં ગુજરાત 5માં ક્રમે આવે છે જે આપણા દેશ માટે ખૂબ મોટી વાત છે. એક અંદાજ મુજબ દેશની GDPમાં ધાર્મિક યાત્રાઓના હિસ્સો 2%થી વધારે છે. મંદિરોની ઈકોનોમી રુપયા ૩ લાખ કરોડથી પણ વધારે છે . રાજ્યમાં ધાર્મિક પ્રવાસનું ટર્ન ઓવર અંદાજે ૭થી 10 હાજર કરોડનું છે તેવું જણાવવામાં આવ્યું છે.

સોમનાથ મંદિર
સોમનાથ મંદિર

ગુજરાતના લોકોની અતૂટ શ્રદ્ધા 

સૌથી વધારે મંદિર ધરાવનાર પ્રથમ ક્રમે તમિલનાડુમાં છે, બીજા ક્રમે મહારાષ્ટ્ર છે. આ અહેવાલમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે ગુજરાતના સૌંથી વધુ ધરાવતા 10 પ્રવાસીઓ સ્થળો માંથી ૪ સ્થળોનો ધાર્મિક સ્થળોમાં સમાવેશ થાય છે. ગુજરાત તેની સંસ્કૃતિ અને ધર્મ માટે જગતભરમાં પ્રખ્યાત છે. એવું માનવામાં આવે છે કે ગુજરાતના લોકો ખુબજ ભાવુક તેમજ ભગવાનમાં અતૂટ વિશ્વાસ ધરાવતા હોય છે. જેનું મોટું ઉદાહરણ, કચ્છમાં નવરાત્રી સમયે માતાનામઢમાં ભક્તોની લગતી લાંબી લાઈન કે પછી અષાઢી બિજના દિવસે ભગવાન જગન્નાથજીની નીકળતી ભવ્ય રથયાત્રા  છે . આ ઉત્સવમાં લોકોની ભારે ભીડ જોવા મળે છે જે એ પણ દર્શાવે છે કે ગુજરાતના લોકોને ” power ઓફ ધર્મ “માં વિશ્વાસ રાખે છે.

અંબાજી મંદિર
અંબાજી મંદિર

રાજ્યના આ ચાર મંદિરમાં ભક્તોની સૌથી વધુ સંખ્યા નોંધાઈ

એક અહેવાલ અનુસાર એક વર્ષમાં .30 કરોડ ભક્તોએ અંબાજી મંદિરના દર્શન કર્યા છે. 1.18 કરોડ લોકોએ પાવાગઢમાં દર્શન કરવા આવ્યા છે , 1.05 કરોડ શ્રદ્ધાળુંઓ સોમનાથ મહાદેવનાં દર્શન કર્યા છે,78 લાખ લોકોએ દ્વારકાધીશના દર્શન કરી ધન્ય મેહસૂસ કર્યો છે, 50 લાખ ભક્તોએ કષ્ટભંજન દેવના દર્શન કર્યા છે.

આ પણ વાંચો :ઉર્ફી જાવેદ ‘શક્તિમાન’ને જેલમાં મોકલવા માંગે છે, કહ્યું- ‘આ માણસ સાવ પાગલ છે’

Back to top button