ગુજરાતટોપ ન્યૂઝ

આઈ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડી સાધન સહાય માટેની સબસીડી મેળવવા ખેડૂતોને ધરમ ધક્કા

  • ઘણા ખેડૂતો અરજી કરવાથી વંચિત રહેવા પામ્યા
  • ખેડૂતોની ઓફ લાઈન અરજી લેવામાં આવે
  • બે દિવસમાં કોટા પૂર્ણ થઇ જતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી

સરકાર દ્વારા 5 જૂનથી આઈ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડી સાધન સહાય માટેની સબસીડી મેળવવા ખેતી કરતા ખેડૂતો માટે ઓનલાઈન અરજી કરવાની પ્રકિયા શરૂ થઈ હતી. જોકે વહેલી સવારે ગ્રામ પંચાયત કચેરીએ નોંધણી કરાવવા પહોંચેલા ખેડૂતોને સર્વર ડાઉન હોવાથી સવારથી સાંજ સુધી બેસી રહેવાનો વારો આવ્યો હતો.

આ પણ વાંચો: ગુજરાતના આ શહેર પર બિપોરજોય વાવાઝોડાનો ખતરો, વહીવટી તંત્ર સજ્જ

ઘણા ખેડૂતો અરજી કરવાથી વંચિત રહેવા પામ્યા

જ્યારે નંબર આવ્યો ત્યારે સાધન માટે અરજી નોંધાવી હતી. તથા વારો ના આવતા ખેડૂતો અરજી કરી શક્યા ન હતા. જેને લઈને ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. સાથે ધરમના ધક્કા ખાવા પડી રહ્યા છે તો ઘણા ખેડૂતો અરજી કરવાથી વંચિત રહેવા પામ્યા છે.

ખેડૂતોની ઓફ લાઈન અરજી લેવામાં આવે

પાટણ જિલ્લાના ખેડૂતો જુદી જુદી સહાય માટે એક વર્ષથી રાહ જોઈને બેઠા હતા અને સરકાર દ્વારા આઈ ખેડૂત પોર્ટલ 5 જૂનથી શરુ કર્યા ને ત્રણ દિવસ વીતવા આવ્યા પણ પોર્ટલનું સર્વર ખુલતું ન હોઇ ખેડૂતોને ધરમના ધક્કા ખાવા પડી રહ્યા છે. અને દિવસ દરમ્યાન ખેડૂતોને પંચાયતમાં જ પોર્ટલ ખુલવાની રાહ જોઈ બેસી રહેવું પડે છે. અને ખુલે તો કોટા પૂર્ણ થયો ગયો હોઈ અરજી થઇ શકતી નથી. જેને લઇ ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. માટે હવે ખેડૂતોની માંગ છે કે ખેડૂતોની ઓફ લાઈન અરજી લેવામાં આવે અને જે ખેડૂતો ને સાધનો આપવાના છે તેના કોટામાં પણ વધારો કરવો જોઈએ. જેથી ખેડૂતો તેનો લાભ લઇ શકે.

બે દિવસમાં કોટા પૂર્ણ થઇ જતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી

બે દિવસમાં કોટા પૂર્ણ થઇ જતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે. ખેડૂતો આઈ પોર્ટલ પર શેડ, ટ્રેક્ટર માટે અરજી કરવા આવ્યા પણ સર્વર ડાઉન હોઈ ધક્કા ખાવા પડે છે અને પોર્ટલ ખુલે તો શેડ, ટ્રેક્ટર સહીતના સાધનોનો કોટા પૂર્ણ થયેલ હોઈ અરજી સ્વિકાર થતો નથી જેને લઇ ખેડૂતોમાં નિરાશા જોવા મળી છે. અગાઉના વર્ષ કરતા ચાલુ વર્ષે પોર્ટલમાં સુધારો કરવામાં આવ્યો છે જેને લઇ ખેડૂતોની હાલાકી વધવા પામી છે. સાથે અરજી કરવામાંથી પણ વંચિત રહેવા પામ્યા છે.

અડિયા ગ્રામ પંચાયતમાં ખેડૂતો ધક્કા ખાઈ રહ્યા છે

અગાઉના વર્ષમાં એક મહિના સુધી ખેડૂતો સાધન માટે અરજી કરી શકતા હતા. પણ ચાલુ વર્ષે સરકાર દ્વારા કોટા નક્કી કરવામાં આવ્યો અને તે મુજબ જ ખેડૂતોની અરજી સ્વીકાર કરવામાં આવી રહી છે. કોટા બાદ અરજી થઇ શકતી ન હોઈ અડિયા ગ્રામ પંચાયતમાં ખેડૂતો ધક્કા ખાઈ રહ્યા છે. તેમજ સર્વર ખોલવામાં અને અરજી કરવામાં તકલીફો પડી રહી

Back to top button