મુસીબતમાં ફસાયો ધનુષ, તિરુપતિમાં શૂટિંગ દરમિયાન થઈ ફરિયાદ


- અભિનેતાને જોવા માટે લોકો રસ્તા પર એકઠા થયા હતા. જેના કારણે ટ્રાફિક જામ થયો હતો. આ કારણે કેટલાક લોકોએ પોલીસમાં ફરિયાદ કરી અને ફિલ્મનું શૂટિંગ અટકાવી દીધું હતું.
તિરુપતિ, 1 ફેબ્રુઆરીઃ સાઉથ સ્ટાર ધનુષની મુશ્કેલીઓ વધી ગઈ છે. તે તિરુપતિ મંદિર પાસે તેની આગામી ફિલ્મ D51નું શૂટિંગ કરી રહ્યો હતો. અભિનેતાને જોવા માટે લોકો રસ્તા પર એકઠા થયા હતા. જેના કારણે ટ્રાફિક જામ થયો હતો. આ કારણે કેટલાક લોકોએ પોલીસમાં ફરિયાદ કરી અને ફિલ્મનું શૂટિંગ અટકાવી દીધું હતું. સેટ પરથી ધનુષનો એક વીડિયો પણ વાયરલ થયો હતો જેમાં તે જૂના, ગંદા અને ફાટેલા કપડામાં જોવા મળે છે. વીડિયોમાં તમે ધનુષને ઓળખી પણ નહીં શકો.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં તિરુપતિમાં ભારે ભીડ જોઈ શકાય છે. ભીડમાં કેટલાક લોકો ભગવાનના દર્શન કરવા પહોંચ્યા હતા તો કેટલાક ધનુષનું શૂટિંગ જોવા માટે ભેગા થયા હતા. જેના કારણે ટ્રાફિક જામ થયો હતો. ટ્રાફિક જામના કારણે ભગવાનના દર્શન કરવા આવેલા ભક્તોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
#D51 #Dhanush sir New Movie shooting #tirupati 💥 @dhanushkraja 😻 Sir pic.twitter.com/kZ70rAWAXf
— DhanushFC (@Dhanush1FC) January 31, 2024
એક રોડ કરાયો હતો બંધ
ફિલ્મના શૂટિંગને કારણે એક રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો અને શ્રદ્ધાળુઓના જવાનો રસ્તો ડાઈવર્ટ કરી દેવાયો હતો. અન્ય રૂટ શૂટિંગને કારણે બંધ કરી દેવામાં આવ્યો હતો. રસ્તો બંધ થતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. ઘણા ભક્તોએ નારાજ થઈને પોલીસને ફરિયાદ કરી હતી. ત્યારબાદ પોલીસે શૂટિંગ અટકાવી દીધું હતું. ધનુષની ફિલ્મના નિર્માતાઓએ શૂટિંગ માટે પરવાનગી પણ લીધી હતી.
ધનુષ હાલમાં તેની ફિલ્મ કેપ્ટન મિલરની સફળતાનો આનંદ માણી રહ્યો છે. આ ફિલ્મ 12 જાન્યુઆરીએ રીલીઝ થઈ હતી. આ ફિલ્મમાં શિવા રાજકુમાર, પ્રિયંકા અરુણ મોહન, અદિતિ બાલન, સંદીપ કિશન સહાયક ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ ફિલ્મનું નિર્દેશન અરુણ માથેસ્વરણ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ હવે ટૂંક સમયમાં OTT પ્લેટફોર્મ પર રિલીઝ થવાની તૈયારીમાં છે.
આ પણ વાંચોઃ સલમાન ખાનની આ બ્લોકબસ્ટર ફિલ્મની બનશે સિક્વલ