ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

‘ધનકુબેર ધારાસભ્યો’ : વિજેતા થયેલા ઉમેદવારોમાંથી 83 ટકા ધારાસભ્યો છે કરોડપતિ !

Text To Speech

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ છે, ત્યારે વિવિધ પાર્ટીના જીતેલા 182 ઉમેદવારોને હવે ધારાસભ્યનું પદ મળ્યું છે. પરંતુ, શું તમે એ જાણો છો કે જે જનતાએ આ 182 ધારાસભ્યોને ચૂંટીને વિધાનસભા મોકલ્યા છે, તેમાંથી 151 જેટલા ધારાસભ્યો કરોડપતિ છે. આ આંકડો ખરેખર ચોંકાવનારો છે. વર્ષ 2017ના આંકડાની વાત કરીએ તો ત્યારે 141 કરોડપતિ ધારાસભ્યો હતા, જ્યારે 2022માં આ આંકડામાં 10 અંકનો વધારો થયો છે ને 151 જેટલા ધારાસભ્યો કરોડપતિ હોવાનુ સામે આવ્યું છે.

આ પણ વાંચો : ગુજરાતની ચૂંટણીમાં શરમજનક હાર કેમ ? કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ આપ્યું આ કારણ

કુલ બેઠકમાંના 83 ટકા ધારાસભ્યો ધનકુબેર

બીજા શબ્દોમાં એમ પણ કહી શકાય કે આ વર્ષની કુલ બેઠકમાંના 83 ટકા ધારાસભ્યો ધનકુબેર નીકળ્યા છે. એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) અને ગુજરાત ઈલેક્શન વોચ દ્વારા હાથ ધરાયેલા અભ્યાસમાં આ વાત સામે આવી છે. આ સંસ્થાઓએ ચૂંટણી પંચમાં દાખલ કરાયેલા ઉમેદવારોના એફિડેવિટનો અભ્યાસ કર્યા બાદ આ સંદર્ભમાં રિપોર્ટ જારી કર્યો છે.

MLA of Gujarat - Hum Dekhenge News
MLA of Gujarat

સૌથી વધુ ભાજપના 132 ધારાસભ્યો કરોડપતિ

આ રીપોર્ટ અનુસાર 151 કુલ કરોડપતિ ધારાસભ્યોમાંથી સૌથી વધુ 132 કરોડપતિ ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના છે, જ્યારે 14 કરોડપતિ ધારાસભ્યો કોંગ્રેસના, 3 અપક્ષના અને આમ આદમી પાર્ટી તેમજ સમાજવાદી પાર્ટીના 1-1 ધારાસભ્યો કરોડપતિ છે. જ્યારે 151 કરોડપતિ ધારાસભ્યોમાંથી 73 ધારાસભ્યો એવા છે જેમની સંપત્તિ સવા પાંચ કરોડથી પણ વધુ છે, જ્યારે 73 ધારાસભ્યો પાસે 2 થી 5 કરોડ રુપિયાની સંપત્તિ હોવાનું સામે આવ્યું છે.

MLA of Gujarat - Hum Dekhenge News
MLA of Gujarat

વિજેતા થયેલા ઉમેદવાર સરેરાશ સંપત્તિ હવે 16.41 કરોડ રૂપિયા

રિપોર્ટ અનુસાર આ વર્ષે વિજેતા થયેલા ઉમેદવાર સરેરાશ સંપત્તિ હવે 16.41 કરોડ રૂપિયા થઈ ગઈ છે. આ આંકડો 2017ના રૂ. 8.46 કરોડના આંકડા કરતાં લગભગ બમણો છે. સૌથી અમીર ધારાસભ્યોની વાત કરવામાં આવે તો ભાજપના માણસાના ધારાસભ્ય જે.એસ પટેલ આ વખતે 661 કરોડની સંપત્તિ સાથે વિધાનસભામાં સૌથી અમીર છે. આ પછી સિદ્ધપુરના બીજેપી ધારાસભ્ય બળવંત સિંહ રાજપૂત જેમની પાસે કુલ રૂ. 372 કરોડની સંપત્તિ છે. તે જ સમયે, ભાજપના રાજકોટ દક્ષિણ સીટના ધારાસભ્ય રમેશ ટીલાળા રૂ. 175 કરોડની સંપત્તિ સાથે ત્રીજા સ્થાને છે.

Back to top button