ધાનેરા પાલિકા દ્વારા પીવાના પાણીના સેમ્પલની ચકાસણી સાથે કલોરીનેશ કરાયુ
ધાનેરા, 31 ઓગસ્ટ 2024, સતત વરસાદી માહોલ અને પવન ફુંકાવાની સ્થિતિ હવે હળવી બનતાં ધાનેરા નગરપાલિકા તંત્ર દ્વારા સાફ સફાઈ અને લોકોના આરોગ્યને પ્રાથમિકતા આપવામાં આવી વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી છે.જે અંતર્ગત ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં આવેલ દરેક બોર પર TCL પાઉડર અને ક્લોરીન ગેસની વ્યવસ્થા કરવામાં આવેલ છે.
પીવાના પાણીના સેમ્પલની ચકાસણી નિયમિત કરવામાં આવે છે
દરરોજ આપવામાં આવતા પાણી પુરવઠામાં ક્લોરીનેશન કરી નગરજનોને પાણી આપવામાં આવે છે. નર્મદા કેનાલ આધારિત મળતો પાણી પુરવઠો ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થાપન બોર્ડ દ્વારા ક્લોરીનેશન કરી પાણી આપવામાં આવે છે. તમામ પીવાના પાણીના સેમ્પલની ચકાસણી નિયમિત કરવામાં આવે છે.
તંત્ર હવે નગરને સ્વચ્છ બનાવવાની કામગીરી માટે સજજ
ધાનેરા શહેરમાં ચોમાસા દરમ્યાન રસ્તા પર પડેલ ખાડાઓ પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. શહેરમાં ચોમાસા દરમ્યાન તમામ રોડ રસ્તાની સાફ સફાઈ, ભરાયેલ પાણી હટાવવાની કામગીરી, વૃક્ષો હટાવવાની કામગીરી તેમજ શહેરમાં દરેક જગ્યાએ દવા છંટકાવની કામગીરી કરવામાં આવી રહી છે. વરસાદે વિરામ લેતાં ધાનેરા નગરપાલિકા તંત્ર હવે નગરને સ્વચ્છ બનાવવાની કામગીરી માટે સજજ થયું છે.
આ પણ વાંચોઃપાલનપુરમાં ભરાયેલા વરસાદી પાણીનો ડી વોટરિંગ પંપથી નિકાલ કરવાની કામગીરી હાથ ધરાઈ