ધાનેરા પાલિકાએ 4.26 કરોડનું બિલ નહીં ભરતાં વીજ જોડાણ કપાયું, કચેરીમાં અંધારપટ
ધાનેરા, 31 જાન્યુઆરી 2024, નગરપાલિકાએ છેલ્લા 20 મહિનાનું 4.26 કરોડનું વીજબિલ વારંવાર નોટિસો આપવા છતાં ભરપાઈ નહીં કરાતા કચેરીનું વીજ જોડાણ કાપી નાખવામાં આવતાં કચેરીના કામે આવેલા અરજદારો અટવાઇ ગયા હતા.મંગળવારે વીજ વિભાગે સવારે નગરપાલિકા કચેરીનું જોડાણ કાપી નાખ્યું હતું. ધાનેરા નગરપાલિકામાં જે પ્રમાણે વેરા વસૂલાત થાય છે. તેની સામે ખર્ચ વધી જાય છે. જેને લઈ અંદાજિત ચોથી વાર પાલિકા કચરીનું વીજજોડાણ કાપવામાં આવ્યું છે. પાલિકાનું 2 જાન્યુઆરી સુધી 4,00,26,495 જેટલી રકમ વીજબિલ પેટે ભરવાની બાકી છે.
નોટિસ આપ્યા બાદ મંગળવારે વીજજોડાણ કાપી દેવામાં આવ્યું
પ્રાપ્ત વિગતો પ્રમાણે ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં 15 જેટલા બોરવેલ ચાલે છે. દર માસે અંદાજિત 25 હજાર જેટલું વીજ બિલ આવે છે. જો કે છેલ્લા દોઢ માસથી વીજબિલ ભર્યું નહીં હોવાના કારણે નોટિસ પર નોટિસ આપ્યા બાદ મંગળવારે વીજજોડાણ કાપી દેવામાં આવ્યું હતું. સવારથી ધાનેરા નગર પાલિકા કચેરીમા અંધાર પટ છવાયો હતો. મોટા ભાગે કોપ્યુટરનાં માધ્યમથી કામ થતા એ કામો આજે બંધ થઈ ગયા હતા. લાભાર્થીઓ પણ પોતાનાઅધૂરા કામ સાથે પરત ફરી રહ્યા હતા. અગાઉ પણ કચેરી જનરેટર પર ચલાવવી પડી હતી.
ચીફ ઓફિસર ચેક આપશે પછી જોડાણ ચાલુ થશે
સુત્રોએ જણાવ્યુ હતું કે, છેલ્લું લાઈટ બિલ પાણી પુરવઠાનું તારીખ 27 માર્ચ 2023 ના રોજ દસ લાખ ભર્યું હતું. ત્યાર બાદનું બાકી છે. જ્યારે સ્ટ્રીટ લાઈટ તથા કચેરીનુ બિલ નિયમિત ભરવામાં આવે છે. જેમાં છેલ્લું બિલ 2,98,000 12 ડિસેમ્બર 2023 ના રોજ ભરેલ છે. જે બિલો બાકી છે તે પાણી પુરવઠાનું છે. ચીફ ઓફિસર દ્વારા રકમનો ચેક GEBને આપતા કનેકશન ફરી મળશે.
આ પણ વાંચોઃડીસામાં નવો ઉદ્યોગ શરૂ થાય તે પહેલા જ વન અધિકારી વીનેશ ગોસ્વામીનો પૈસા પડાવવાનો પેંતરો