અમદાવાદકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતચૂંટણી 2024ટોપ ન્યૂઝ

ધાનાણી પાસે કુલ 1.66 કરોડની સંપત્તિ પણ પોતાના નામે મકાન નથી, જાણો રૂપાલા પાસે કેટલી સંપત્તિ છે

રાજકોટ, 19 ફેબ્રુઆરી 2024, લોકસભાની ચૂંટણીમાં રાજકારણનું એપિસેન્ટર બનેલા રાજકોટમાં 22 વર્ષ બાદ રૂપાલા અને ધાનાણી વચ્ચે જંગ જામ્યો છે. બંને ઉમેદવારો પાટીદાર સમાજના છે. ત્યારે ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાની જીત થશે કે પરેશ ધાનાણી બાજી મારી જશે એ તો પરિણામ બતાવશે. પરંતુ બંને ઉમેદવારોએ પોતાની એફિેડેવિટમાં કેટલી સંપત્તિ જાહેર કરી છે અને કોની પાસે સૌથી વધુ સંપત્તી છે તે જાણીએ.

રૂપાલા અને તેમના પત્નીના નામે કુલ 18.52 કરોડની સંપત્તિ
રાજકોટ બેઠક પર ભાજપના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલાએ એફીડેવીટમાં તેમની સ્થાવર અને જંગમ મિલ્કતોની યાદી જાહેર કરી હતી. આ એફિડેવીટમાં બતાવ્યા પ્રમાણે રૂપાલા અને તેમના ધર્મપત્ની સવિતાબેન પાસે કુલ 18 કરોડ 52 લાખ 87 હજાર 623 રૂપિયાની સંપત્તિ છે. જેમાં રૂપાલા પાસે 5.08 કરોડના મ્યુચ્યુઅલફંડ અને તેમના પત્નિ પાસે કુલ 2.46 કરોડના રોકાણ છે. તેમના ધર્મપત્ની પાસે 88 લાખ 11 હજાર 002 અને તેમની પાસે 9 લાખ 58 હજાર 089ના સોના-ચાંદીના દાગીનાનો પણ સમાવેશ થાય છે. બન્ને પતિ-પત્ની તેમના નામે કોઈ પણ વાહન ધરાવતા નથી. રૂપાલા પોતાના મુળ ગામ ઈશ્ર્વરિયા ખાતે વારસાગત ખેતીની જમીન તેમ જ મકાન ધરાવે છે. તેમના પત્નીના નામે અમદાવાદમાં કેપસ્ટોન ટાવરમાં રૂપિયા 1,69 કરોડની કિંમતની કોમર્શીયલ મિલ્કત પણ નોંધાયેલ છે. આ ઉપરાંત ગાંધીનગરના સેક્ટર 3-ડીમાં પતિ-પત્નીના નામે 1-1 પ્લોટ પણ નોંધાયેલ છે. જેની આશરે બજાર કિંમત રૂપિયા 1.93 કરોડ જેટલી છે.

પરેશ ધાનાણીના નામે પોતાનું કોઈ મકાન નથી
કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર પરેશ ધાનાણીએ એફીડેવીટમાં તેની કુલ 1 કરોડ 66 લાખની, તેમના પત્ની વર્ષાબેનની 43.13 લાખની અને પુત્રીઓના નામે 5.37 લાખની મિલકત બતાવી છે. સૌથી મોટી વાત એ છે કે તેમના નામે કોઈ રહેણાંક મકાન નથી. તેમની મુખ્ય આવક ખેતીની છે.આ ઉપરાંત તેમના કે તેમની પત્નીના નામે કોઈ વાહનો નથી. તેમની પાસે 1.40 લાખની રોકડ ઉપરાંત કુલ 55.88 લાખની થાપણ છે. તેમની પાસે અલગ અલગ ખેતીની જમીન મળી કુલ 50.14 લાખના વર્તમાન મુલ્યની જમીન છે તેમની કુલ સ્થાવર સંપત્તિ 1 કરોડ 10 લાખ છે. જેમાં ગાંધીનગર ખાતે પ્લોટનો પણ સમાવેશ થાય છે. તેમના પત્ની પાસે 15 લાખની સ્થાવર મિલકત જાહેર કરાઈ છે. આ ઉપરાંત દંપતિ અને બે દીકરીઓ થઈને કુલ 44 તોલા સોનુ જાહેર કરાયું છે. પરેશ ધાનાણી પરિવાર પાસે તેમની નામે કોઈ રહેણાંક મકાન નથી. ખેતીની જમીનમાં ચાંચઈ ગામે આવેલ 375 એકર જેની કિંમત 9.72 લાખ, ચાંદગઢ ગામે આવેલ જમીન જેની કિંમત 9.30 લાખ, અમરેલી ખાતે આવેલ જમીન જેની કિંમત 15 લાખ, ચાંચઈ ગામે આવેલ બીજી એક જમીન જેની કિંમત 14.05 લાખ અને અમરેલીની અન્ય જમીનની કિંમત 2.07 લાખ દર્શાવાઈ છે. તેમની પત્નીના નામે અમરેલીમાં 15 લાખની કિંમતની જમીન આવેલી છે.

આ પણ વાંચોઃકોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાતે કહ્યું, અમારો અભિમન્યુ નવ કોઠા વિંધી રૂપાલાને હરાવશે

Back to top button