ધક ધક ગર્લ માધુરી દિક્ષીત સાવ અલગ અંદાજમાં નવી કાર લેવા પહોંચ્યાં, જુઓ વીડિયો
મુંબઈ, 14 જાન્યુઆરી, 2025: ધક ધક ગર્લ માધુરી દિક્ષીતે નવી કાર ખરીદી છે. ખાસ વાત એ છે માધુરી તેમના અત્યાર સુધીના પરંપરાગત ડ્રેસને બદલે સાવ અલગ અંદાજમાં કાર ખરીદવા પહોંચ્યાં હતાં. વળી આ કાર પણ સામાન્ય નહીં પરંતુ અત્યંત વૈભવી કાર છે જેની કિંમત કરોડોમાં છે.
એક સમયની બૉલીવુડની ડાંસ દીવા અને ઉત્તમ અભિનેત્રી માધુરી દીક્ષિત હંમેશાં કોઈક અલગ અંદાજમાં જોવા મળે છે. માધુરી મકરસંક્રાંતિની પૂર્વ સંધ્યાએ અર્થાત 13 જાન્યુઆરીની સાંજે તેમના પતિ ડૉ. શ્રીરામ નેને સાથે જોવા મળ્યા. આ દંપતી વાસ્તવમાં તેમની નવી કાર લેવા પહોંચ્યું હતું. માધુરી દિક્ષીતે નવી કાર ખરીદી છે. આ કાર કોઈ સામાન્ય નહીં પરંતુ અત્યંત વૈભવી લક્ઝરી કાર છે.
માધુરી દિક્ષીત અને તેમના પતિ ડૉ. શ્રીરામ બંને મોંઘી અને શાનદાર લગ્ઝરી કારના શોખીન છે એવું કહેવાય છે. બંને પાસે પહેલેથી ઘણી કાર છે પણ હવે તેમણે નેફેરી 296 જીટીએસ કાર ખરીદી છે. આ હાઇસ્પીડ સ્પોર્ટ્સ કારની કિંમત 6 કરોડ રૂપિયા હોવાનું જાણકારોનું કહેવું છે. ઇન્સ્ટાગ્રામ પર એક પેપ પેજ પર તેની ઝલક દેખાય છે. માધુરી અને શ્રીરામ નેને એક સાથે એક બિલ્ડીંગથી બહાર નીકળી રહ્યાં છે.
View this post on Instagram
માધુરીની નવી કાર ફેરારી 296 GTS રોસો કોર્સા છે. આ એક ટૂ-સીટર કૂપ છે. જાણકારોના કહેવા મુજબ 6 કરોડ કરતાં વધુ કિંમતની આ કાર14 રંગોમાં ઉપલબ્ધ છે.
આ પણ વાંચોઃ ચેમ્પિયન્સ ટ્રોફી માટે 6 ટીમની જાહેરાત, ભારત-પાકિસ્તાનની હજુ રાહ, જુઓ સ્ક્વોડ