ગુજરાતટોપ ન્યૂઝ

DGVCL આ શહેરમાં સ્માર્ટ વીજમીટર લગાવશે, મોબાઈલની જેમ પ્રિપેઈડ રિચાર્જ થશે

આધુનિક ભારતમાં હવે બધુ ડિજિટલ થયુ છે. જેમાં મેક ઇન ઇન્ડિયા અને ડિજિટલ ઇન્ડિયામાં વડાપ્રધાન મોદીના સપના સાકાર થઇ રહ્યાં છે. ત્યારે DGVCL હવે ઘરે-ઘરે સ્માર્ટ વીજમીટર લગાડશે. જેમાંમ ડીજીવીસીએલના 36 લાખ ગ્રાહકો પૈકી પ્રથમ તબક્કામાં 18 લાખ વીજ ગ્રાહકોને આવરી વીજ મીટર મુકાશે. તથા સંભવતઃ જૂન મહિના પછી ગમે ત્યારે સ્માર્ટ મીટર બદલવાની કામગીરીનો આરંભ કરવામાં આવશે.

આ પણ વાંચો: ઉત્તરાયણ: 14 જાન્યુઆરીએ વિચિત્ર સંયોગ સર્જાશે, જાણો શું થશે અસર

7 જિલ્લામાં ઘરે ઘરે સ્માર્ટ મીટર લગાડશે

ઉલ્લેખનીય છે કે આ સ્માર્ટ વીજમીટરથી સિઝન બદલાઈ ત્યારે વીજલોડ મેન્ટેન કરવામાં ડીજીવીસીએલને સરળતા રહેશે. દક્ષિણ ગુજરાત વીજકંપની આગામી ટૂંક સમયમાં ડિજિટલ મીટરના સ્થાને 7 જિલ્લામાં ઘરે ઘરે સ્માર્ટ મીટર લગાડશે. ડીજીવીસીએલના કાર્યક્ષેત્રના સાત જિલ્લાના 36 લાખ વીજગ્રાહકો પૈકી પ્રથમ ફેસમાં 18 લાખ એટલે કે 50 ટકા વીજગ્રાહકોને ત્યાં સ્માર્ટ મીટર લગાડવાની ઝુંબેશ હાથ ધરાશે. તેમાં પણ સુરત અને તાપી જિલ્લાથી શરૂઆત કરી તબક્કાવાર રીતે નવસારી, વલસાડ, નર્મદા સહિતના જિલ્લાઓના તમામે તમામ વીજગ્રાહકોના ઘરે સ્માર્ટ મીટર લગાડાશે.

આ પણ વાંચો: દિલ્હીમાં અકસ્માતને નજરે જોનારે કર્યા ચોંકાવનારા ખુલાસા, કહ્યું છોકરીનું માથું…

જૂન 2023 પછી ગમે ત્યારે સ્માર્ટ મીટર લગાડવાનો આરંભ

આ સ્માર્ટ મીટરમાં મોબાઈલની જેમ પ્રિપેઈડ કાર્ડ રિચાર્જ કરી વીજળીનો ઉપયોગ કરી શકાય તેવી સુવિધા પણ છે. એટલે કે ભવિષ્યમાં પ્રિપેઈડ કાર્ડથી વીજળી ખરીદી ઉપયોગ કરવાની નીતિ અમલમાં મૂકવામાં આવે તો તાત્કાલિક ધોરણે વીજગ્રાહકોને ત્યાં આ સિસ્ટમ લાગુ કરી દેવાશે. હાલમાં રાજ્યની ચારે ચાર વીજકંપનીના વીજગ્રાહકો પૈકી 50 ટકા વીજગ્રાહકોને ત્યાં સ્માર્ટ મીટર લગાડવા મુદ્દે ટેન્ડર ઈશ્યૂ કરવામાં આવ્યા છે. આ ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સંભવતઃ જૂન 2023 પછી ગમે ત્યારે સ્માર્ટ મીટર લગાડવાનો આરંભ કરી દેવાશે.

આ પણ વાંચો: ગુજરાતના આ શહેરના RTOને વર્ષ 2022માં રૂ.303 કરોડની આવક થઈ

વીજલોડ મેન્ટેન કરવામાં ડીજીવીસીએલને સરળતા રહેશે

સ્માર્ટ મીટરમાં વીજચોરી કરનારાઓની માહિતી તો મળી જશે, પરંતુ શિળાયો, ઉનાળો અને ચોમાસાની સિઝનમાં કયા વિસ્તારમાં કેટલો વીજલોડની જરૂરિયાત છે, તેની સચોટ માહિતી મળી જશે. જેથી કરીને સિઝન બદલાઈ ત્યારે વીજલોડ મેન્ટેન કરવામાં ડીજીવીસીએલને સરળતા રહેશે.

Back to top button