અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગેરકાયદે વિદેશ પ્રવાસ કરનાર અમદાવાદના 4 પોલીસકર્મીને સસ્પેન્ડ કરતાં DGP વિકાસ સહાય

Text To Speech

અમદાવાદ, 15 જાન્યુઆરી : રાજ્ય પોલીસવડા વિકાસ સહાય દ્વારા આજે બુધવારે અમદાવાદ પોલીસ વિભાગમાં ફરજ બજાવતા 4 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવાનો આદેશ કરતા ખળભળાટ મચી ગયો છે. ચારેય પોલીસકર્મીઓએ પોતાની ફરજ દરમિયાન ગેરકાયદે વિદેશ પ્રવાસ કર્યા હતા.

મળતી માહિતી મુજબ, તાજેતરમાં DGP વિકાસ સહાયે અમદાવાદના 13 પોલીસકર્મીઓની જિલ્લા બહાર બદલી કરવાના આદેશ કર્યા હતા જેની સામે 3 પોલીસકર્મીઓ હાઇકોર્ટ પહોંચ્યા હતા. દરમિયાન DGP એ આ પોલીસકર્મીઓ અંગે તટસ્થ તપાસ કરવા સ્ટેટ મોનીટરીંગ સેલના વડા નિર્લિપ્ત રાયને આદેશ કર્યા હતા.

જેમાંથી 4 પોલીસકર્મીઓ હેડ કૉન્સ્ટેબલ ફિરોજખાન પઠાણ (બોટાદ), પો.કોન્સ્ટેબલ હરવિજયસિંહ ચાવડા (અમરેલી) મહિપતસિંહ ચૌહાણ (જામનગર) અને મહેન્દ્રસિંહ દરબાર (જામનગર)ની પોલ પકડાઈ ગઈ હતી. આ ચારેય પોલીસકર્મીઓએ પોતાની ફરજ દરમિયાન વિભાગને કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર વિદેશ પ્રવાસ કર્યા હતા.

ડીઆઈજી નિર્લિપ્ત રાયને સોંપવામાં આવેલી તપાસમાં ચોંકાવનારી બાબતો સામે આવતા વિકાસ સહાય દ્વારા ચારેયને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સસ્પેન્ડ કરાયેલા 4 કથિત વહીવટદાર/પોલીસ કર્મચારીઓએ તેમની સરકારી ફરજ દરમિયાન અનેક વિદેશ પ્રવાસ કર્યા છે. નિયમાનુસાર પાસપોર્ટ મેળવ્યા બાદ જ્યારે પણ સરકારી કર્મચારી/અધિકારીએ વિદેશ પ્રવાસ કરવાનો હોય તો સંલગ્ન વિભાગને જાણ કરી મંજૂરી મેળવવાની હોય છે.

જો કે, આ ચારેય પોલીસ કર્મચારીઓએ પોલીસ વિભાગની મંજૂરી મેળવ્યા વિના વિદેશ પ્રવાસો કર્યા હોવાનું નિર્લિપ્ત રાયની તપાસમાં સામે આવ્યું છે.

આ પણ વાંચો :- અંબોડમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે માણસા તાલુકાના 241 કરોડથી વધુના વિકાસ કામોનું e-ખાતમુહૂર્ત અને e-લોકાર્પણ કર્યું

Back to top button