ઓખાના દરિયામાંથી ડ્રગ્સ અને હથિયાર સાથે ઝડપાયેલ પાકિસ્તાની બોટ મામલે DGP આશિષ ભાટીયાએ આપ્યું મોટુ નિવેદન

ગઈ કાલે ઓખાના દરિયામાંથી પાકિસ્તાનમાંથી ભારતમાં ગેરકાયદેસર રીતે લવાતા નશીલા પદાર્થોના રેકેટને ઝડપી પાડવામા ગુજરાત ATS અને ભારતીય કોસ્ટ ગાર્ડની મોટી સફળતા મળી હતી. જેમાં ભારતના પશ્ચિમી દરિયાઈ વિસ્તાર ઓખા પાસેથી જળસીમામાં શંકાસ્પદ રીતે ફરતી પાકિસ્તાનની બોટમાંથી 300 કરોડની કિંમતના 40 કિલો ડ્રગ્સ અને હથિયારો-દારૂગોળોના જથ્થા સાથે 10 પાકિસ્તાનીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. આ મામલે ગુજરાતના DGP આશિષ ભાટીયાએ મોટુ નિવેદન આપ્યું છે.
DGP આશિષ ભાટીયાએ આપ્યું નિવેદન
ગઈ કાલે ઓખાના દરિયાઈ માર્ગથી ભારતમાં ભારતમાં લવાતા અંદાજે 40 કિલો ડ્રગ્સ અને હથિયારોને ઝડપાયાં હતા. ATSઅને ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આ ડ્રગ્સ અને હથિયારો સાથે 10 પાકિસ્તાનીઓને પણ ઝડપી લેવામાં આવ્યા હતા. અને તેમની પૂછપરછ કરવાની તજવીજ શરૂ કરવામાં આવી હતી. ત્યારે આ ઝડપાયેલ ડ્રગ્સ મામલે DGP આશિષ ભાટીયાએ પ્રેસ કોંન્ફરન્સ યોજી કેટલીક વિગતો આપી હતી. તેમણે આ મામલે વિગતો આપતા જણાવ્યું હતું કે પાકિસ્તાનમાંથી લાવેલ આ ડ્રગ્સને સલાયા અને ઓખાની વચ્ચે ઉતારવાનું હતું. તેને ભારતીય કોસ્ટ ગાર્ડ તથા એટીએસએ ઝડપી પીડ્યું હતું. જેમાંથી પકડાયેલ આરોપીઓ પાસેથી પિસ્ટલ અને 120 કારતૂસ મળ્યા હતાં. બિન અધિકૃત નસીલા દ્રવ્ય તથા આર્મ્સ, દારૂગોળો અને આશરે 40 કિલોગ્રામ પદાર્થ મળી આવ્યો હતો. અને આ ડ્રગ્સ અને હથિયારોને હાજી બલોચ નામના વ્યક્તિએ મોકલ્યા હતા. તેમજ પકડાયેલ 10 આરોપીઓ પાકિસ્તાનના બલુચિસ્તાનના રહેવાસી છે. આ બોટ ઓખા બંદર પર લાવવામાં આવી રહી છે.
2022માં 4374 કરોડના માદક દ્વવ્યો ઝડપાયા
DGP આશિષ ભાટીયાના જણાવ્યા મુજબ આવી રીતે ડ્રગ્સ લાવવામાં 2022માં કુલ 63 આરોપીઓ ઝડપાયાં છે. જેમાંથી 38 પાકિસ્તાન અને 6 અફઘાનિસ્તાનના રહેવાસી છે. વધુમાં જણાવ્યા મુજબ ગુજરાતના દરિયામાંથી અત્યાર સુધીમાં 4374 કરોડના માદક દ્વવ્યોના જથ્થા ઝડપી પાડવામાં આવ્યો છે. કેટલા સમયથી ડ્ર્ગ્સનો વેપાર કરવામાં આવી રહ્યો છે. આટલી મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ક્યાં પહોંચાડવામાં આવી રહ્યો હતો સહિતની વિગતો પુછપરછમાં એકત્રિત કરાઈ રહી છે.
કેવી રીતે પાર પાડ્યું આ ઓપરેશન
ભારતીય કોસ્ટ ગાર્ડને બોટ અને હથિયારો વિશે બાતમી મળતા કોસ્ટગાર્ડે તેને ઝડપી પાડવા માટે ઓપરેશન તેયાર કર્યું હતું. આ ઓપરેશન પાર પાડવા માટે 6 દિવસ લાગ્યા હતા. હથિયારો અને ડ્રગ્સથી ભરેલી આ બોટ પાકિસ્તાનના કરાંચી બંદરથી રવાના થઈ હતી. જેને ભારતના પશ્ચિમી દરિયાઈ વિસ્તાર ઓખા પાસેથી ઝડપી પાડવામાં આવી હતી. જેમાં તપાસ કરતા તેમાંથી બિન અધિકૃત નસીલા દ્રવ્ય તથા આર્મ્સ, દારૂગોળો અને આશરે 40 કિલોગ્રામ (નાર્કોટિક્સ) પદાર્થ મળી આવ્યો હતો. અને તેની સાથે બોટમાં રહેલ 10 પાકિસ્તાનીઓની પણ ધરપકડ કરી લેવામાં આવી હતી.
આ પણ વાંચો : મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર અને સલાહકાર તરીકે રાજ્યના બે નિવૃત વરિષ્ઠ અધિકારીઓની નિમણૂંક