‘પેશાબ કાંડ’ માં નિયમોના ઉલ્લંઘનની ચૂક Air Indiaને પડી ભારે, DGCAએ 30 લાખનો દંડ ફટકાર્યો
Air India : ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મહિલા પેસેન્જર પર પેશાબ કરવા બદલ એરલાઈન સામે મોટી કાર્યવાહી કરી છે. DGCAએ એર ઈન્ડિયાને 30 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ સાથે ફ્લાઈટના પાઈલટ-ઈન-કમાન્ડનું લાઇસન્સ પણ ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. એરક્રાફ્ટ રૂલ્સ 1937ના નિયમ 141 અને લાગુ DGCA સિવિલ એવિએશન નિયમો હેઠળ તેની ફરજ બજાવવામાં નિષ્ફળ રહેવા બદલ પાયલટ પર આ કાર્યવાહી કરવામાં આવી છે. આ સિવાય એર ઈન્ડિયાની ફ્લાઈટ સર્વિસમાં ડાયરેક્ટરને પણ ત્રણ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
આ મારી અત્યાર સુધીની સૌથી દર્દનાક યાત્રા
મહિલા પેસેન્જરે પોતાની ફરિયાદમાં લખ્યું હતું કે, “હું ફ્લાઇટ AI102માં મારી બિઝનેસ ક્લાસની યાત્રા દરમિયાન બનેલી ભયાનક ઘટના અંગે મારી ઊંડી નિરાશા વ્યક્ત કરવા માટે લખી રહી છું. આ મારી અત્યાર સુધીની સૌથી દર્દનાક યાત્રા રહી છે. યાત્રા દરમિયાન લંચના થોડા સમય પછી લાઇટ બંધ કરી દેવામાં આવી હતી. જ્યારે હું સૂવા માટે તૈયારી કરી રહી હતી, ત્યારે એક નશામાં ધૂત એક પેસેન્જર સીટ પાસે આવ્યો હતો અને મારી ઉપર પેશાબ કર્યો હતો.”
અન્ય મુસાફરોએ તેને હટાવવાનો પ્રયાસ કર્યો છતાં તે ન માન્યો. તેમણે કહ્યું કે, ‘ક્રૂએ તેમને માત્ર કપડા બદલવા માટે માત્ર એક જોડી પાયજામો અને ચપ્પલ આપી હતી, પરંતુ આવું કૃત્ય કરનાર પુરુષ મુસાફર સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.’
26 નવેમ્બરે ન્યૂયોર્કથી દિલ્હી આવી રહેલી ફ્લાઈટમાં બિઝનેસ ક્લાસમાં બેઠેલી 70 વર્ષની મહિલા પેસેન્જર પર નશામાં શંકર મિશ્રાએ પેશાબ કર્યો હતો. આ કેસમાં પોલીસે આરોપીની 7 જાન્યુઆરીએ બેંગલુરુથી ધરપકડ કરી હતી. મળતી માહિતી મુજબ, ઘટનાના 42 દિવસ બાદ તેની ધરપકડ થઈ હતી. મુંબઈનો રહેવાસી શંકર ફરાર હતો, ત્યારબાદ તેની સામે લુકઆઉટ નોટિસ જારી કરવામાં આવી હતી. બાદમાં પોલીસે તેના મોબાઈલ લોકેશનના આધારે આરોપીની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો : ગુજરાત ચુંટણી : કોંગ્રેસે હાર બાદ શરૂ કર્યું મનોમંથન, પક્ષ વિરોધી કાર્યવાહી કરનાર નેતાઓ ઘરભેગા