ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ એર ઈન્ડિયાની બોઈંગ સિમ્યુલેટર તાલીમ સુવિધાને કેટલીક ક્ષતિઓને કારણે અસ્થાયી રૂપે સ્થગિત કરી દીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) આ મામલાને લગતા કેટલાક દસ્તાવેજોની ખરાઈ કરી રહ્યું છે અને પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ટ્રેનિંગ સેન્ટરના પુનઃસ્થાપન અંગે નિર્ણય લેશે.
દસ્તાવેજોની કરી રહ્યું છે ચકાસણી
જ્યારે એર ઈન્ડિયાના એક વરિષ્ઠ અધિકારીનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે DGCA (એરલાઈન્સનું) નિયમિત નિરીક્ષણ કરે છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ એર ઈન્ડિયાના બોઈંગ સિમ્યુલેટર ટ્રેનિંગ સેન્ટરને કેટલીક ક્ષતિઓને કારણે અસ્થાયી રૂપે સ્થગિત કરી દીધું છે. રેગ્યુલેટર આ મામલાને લગતા કેટલાક દસ્તાવેજોની ચકાસણી કરી રહ્યું છે.
DGCA ની બે સદસ્યની ટીમે કરી ચકાસણી
ટાટા ગ્રૂપની માલિકીની એર ઈન્ડિયા સામે નિયમનકારી કાર્યવાહી બે-સદસ્યની DGCA ઈન્સ્પેક્શન ટીમને એરલાઈનના આંતરિક સુરક્ષા ઓડિટ રિપોર્ટિંગમાં કથિત રીતે ક્ષતિઓ જોવા મળ્યાના દિવસો બાદ આવી છે. કેન્દ્રમાં તાલીમ ફરી શરૂ કરવા અંગેનો નિર્ણય દસ્તાવેજોની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ લેવામાં આવશે, એમ સૂત્રએ જણાવ્યું હતું.
13 કેસોમાં ખોટા અહેવાલો જનરેટ કર્યા
એર ઈન્ડિયાના કાફલામાં બોઈંગ 777 અને બોઈંગ 787 ડ્રીમલાઈનર એરક્રાફ્ટનો સમાવેશ થાય છે. એર ઈન્ડિયા આ વર્ષના અંત સુધીમાં એરબસના વાઈડબોડી A350 એરક્રાફ્ટને તેના કાફલામાં સામેલ કરી શકે છે. એર ઈન્ડિયાના સંદર્ભમાં ડીજીસીએને સુપરત કરવામાં આવેલા નિરીક્ષણ અહેવાલ મુજબ, એરલાઈને કેબિન સર્વેલન્સ, કાર્ગો, રેમ્પ અને લોડ જેવા ઓપરેશન્સના વિવિધ ક્ષેત્રોમાં નિયમિત સુરક્ષા સ્થળ તપાસ કરવાની જરૂર હતી. પરંતુ 13 સુરક્ષા પોઈન્ટના સ્થળ નિરીક્ષણ દરમિયાન, નિયમનકારની ટીમને જાણવા મળ્યું કે એરલાઈને તમામ 13 કેસોમાં ખોટા અહેવાલો જનરેટ કર્યા હતા.