કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

દેવાયત ખવડની શિવરાત્રિ પણ હવે જેલમાં જશે, કોર્ટે રેગ્યુલર જામીન અરજી ફગાવી

Text To Speech

લોક કલાકાર દેવાયત ખવડની મુશ્કેલીઓ સતત વધી રહી છે. રાજકોટમાં મારામારીના કેસમાં જેલમાં બંધ દેવાયત ખવડે કરેલી જામીન અરજી ફરી એક વાર નામંજૂર થતા હજુ પણ દેવાયત ખવડને જેલમાંજ રહેવું પડશે. દેવાયત ખવડે ચાર્જશીટ બાદ મુકેલી રેગ્યુલર જામીન અરજી પણ કોર્ટે ફગાવી દીધી છે.

દેવાયત ખવડના જામીન ફરી એક વાર નામંજૂર

લોક કલાકાર દેવાયત ખવડના જામીન ફરી એક વાર નામંજૂર થતા તેની મુશ્કેલીમાં વધારો થયો છે. દેવાયત ખવડ અને તેના સાથીઓએ સેશન કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરી હતી. પરંતુ દેવાયત ખવડ અને તેના સાથીઓના જામીન મંજૂર થયા નથી. એટલે છેલ્લા કેટલાય દિવસથી જેલમાં બંધ દેવાયત ખવડને હજુ પણ જેલમાં જ રહેવું પડશે.

દેવાયત ખવડ -humdekhengenews

દેવાયત ખવડની શિવરાત્રિ પણ હવે જેલમાં જશે

રાજકોટમાં મારામારી કેસમાં ચાર્જ શીટ ફાઈલ થયા બાદ આરોપી ફરીથી અરજી કરવાની કોર્ટે છૂટ આપી હતી. તેથી દેવાયત ખવડે ચાર્જ શીટ ફાઈલ થયા બાદ દેવાયત ખવડે શિવરાત્રી અને લગ્ન પ્રસંગોમાં સ્ટેજ કાર્યક્રમો હોવાથી 25 દિવસના વચગાળાના જામીન આપવા માગ કરી હતી. પરંતુ રાજકોટ સેશન્સ કોર્ટે તેની વચગાળાની જામીન અરજી ફગાવી દીધી છે. જેથી દેવાયત ખવડની શિવરાત્રિ પણ હવે જેલમાં જશે. અત્યાર સુધી 58 દિવસ જેલમા રાત વિતાવી છે. ત્યારે હજુ પણ તેને જેલમાં જ રહેવું પડશે.

મયુરસિંહ રાણાને માર મારવાના કેસમાં ઘણા સમયથી જેલમાં

રાજકોટના હાઇપ્રોફાઇલ મયુરસિંહ રાણાને માર મારવાના કેસમાં લોકસાહિત્યકાર દેવાયત ખવડ પર કેસ ચાલી રહ્યો છે. ઘણા સમયથી ફરાર રહ્યા બાદ દેવાયત ખવડ પોલીસ સમક્ષ હાજર થયો હતો અને તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો ત્યાર બાદ કોર્ટે દેવાયત ખવડના બે દિવસના રિમાંડ મંજૂર કર્યા હતા. આ રિમાન્ડ પૂર્ણ થતા દેવાયત ખવડ સહિત આ ગુનામાં સામેલ તેના બે સાથીઓને ફરી કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. જ્યાં કોર્ટ દ્વારા તેમને જેલ હવાલે કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : પાટણના વારાહી પાસે ગમખ્વાર અકસ્માત, 6ના મોત, 9 ઈજાગ્રસ્ત

Back to top button