ગુજરાત

દેવાયત ખવડના જામીન કોર્ટે કર્યા મંજૂર, આ શરતો સાથે 72 દિવસ બાદ જેલમાંથી આવશે બહાર

Text To Speech

લોક સાહિત્યકાર દેવાયત ખવડને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. દેવાયત ખવડના જામીન હાઇકોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે. રાજકોટમાં મયુરસિંહ રાણા પર હુમલાના કેસમાં 72 દિવસથી જેલમાં બંધ લોક સાહિત્યકાર દેવાયત ખવડને જામીન મળ્યાં છે.

દેવાયત ખડવના જામીન કોર્ટ કર્યા મંજૂર

મળતી માહિતી મુજબ લોકસાહિત્ય કાર દેવાયત ખવડના જામીન કોર્ટે મંજૂર કર્યા છે. રાજકોટની સેશન કોર્ટમાં જામીન અરજી ફરી નામંજૂર થતા દેવાયત ખવડ છેલ્લા કેટલાક દિવસથી જેલવાસ ભોગવી રહ્યો હતો. અને તેની જામીન અરજી પાંચ વાર નામંજૂર થયા બાદ આખરે આજે કોર્ટે તેની જામીન અરજી મંજૂર કરીને તેને રાહત આપી છે. સાથે દેવાયત ખવડ સમક્ષ કેટલીક શરતો પણ મુકવામાં આવી છે.

દેવાયત ખવડ-humdekhengenews

જામીન અરજીની સાથે આ શરતો પણ રખાઈ

દેવાયત ખવડને જામીન આપવાની સાથે કોર્ટે તેની સમક્ષ કેટલીક શરતો મુકી છે. જેમાં દેવાયત ખવડને 6 મહિના સુધી રાજકોટમાં ન પ્રવેશ કરવા કહ્યું છે. આજે હાઇકોર્ટમાં એડવોકેટ મેહુલ શાહ અને રાજકોટથી એડવોકેટ અજય જોશી અને સ્તવન મહેતાની દલીલો ધ્યાને લઈ કોર્ટે દેવાયત ખવડના શરતી જામીન મંજુર કર્યા છે.

7 ડિસેમ્બરે મયુર સિંહ રાણા પર કર્યો હતો હુમલો

દેવાયત ખવડે ગત 7 ડિસેમ્બર 2022ના દિવસે શહેરના સર્વેશ્વર ચોકમાં મયુરસિંહ રાણા પર હુમલો કરવાના કેસમાં જેલના સળિયા પાછળ હતો. આ ઘટના અંગેના સીસીટીવી ફૂટેજ પણ મળી આવ્યા હતા. જેના કારણે વારંવાર તેના જામીન નામંજૂર કરવામાં આવતા હતા ત્યારે કોર્ટે તેના શરતી જામીન મંજૂર કર્યા છે.

આ પણ વાંચો  : ભરુચ : ખેડૂત પુત્રી બની પાયલટ, 11 વર્ષની ઉંમરમાં જોયેલુ સપનું આ રીતે કર્યું સાકાર

Back to top button