દેવાયત ખવડની જામીન અરજી કોર્ટે રાખી પેન્ડિંગ, હવે આ પગલું લઈ શકે છે
લોકસાહિત્યકાર દેવાયત ખવડને લઈનો મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં દેવાયત ખવડ દ્વારા સેશન્સ કોર્ટમાં જામીન માટે કરેલી અરજીને કોર્ટ પેન્ડિંગમાં રાખી છે. જેથી દેવાયત ખવડને જલ્દી જામીન મળી શકશે નહી અને અને હજુ પણ તેને વધારે દિવસ સુધી જેલમાં રહેવાનો વારો આવ્યો છે. હાલ સેશન્સ કોર્ડ દ્વારા દેવાયત ખવડની જામીન અરજી પેન્ડિંગ રખાતા તેની મુશ્કેલીઓ વધી રહેલી દેખાય છે.
સેશન્સ કોર્ટે જામીન અરજી રાખી પેન્ડિંગ
દેવાયત ખવડે દ્વારા સેશન્સ કોર્ટમાં જામીન માટે કરેલી અરજીને કોર્ટ દ્વારા પેન્ડિંગમાં રાખવામાં આવી છે. જેથી લોકસાહિત્યકાર દેવાયત ખવડને જામીન મળવામાં વાર લાગી શકે છે. રાજકોટના મયુરસિંહ રાણા પર ઘાતક હુમલો કરવાનો દેવાયત ખવડને ખૂબ ભારે પડી ગયું છે. આ મામલે દેવાયત ખવડ વિરુદ્ધ પાકા સબુત મળી આવતા તેમની મુશ્કેલીઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. સેશન્સ કોર્ટ દ્વારા દેવાયત ખવડની જામીન અરજી પેન્ડિંગ રખાતા તેને જામીન મેળવવા માટે હાઈકોર્ટમાં અરજી કરવી પડી શકે છે.
ત્રણ દિવસ પહેલા કરી હતી અરજી
મયૂરસિંહ રાણા પર હુમલો કરવાના ગૂનામાં જેલમાં બંધ લોકસાહિત્યકાર દેવાયત ખવડે ત્રણ દિવસ પહેલા સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. પરંતુ સેશન્સ કોર્ટે આ અરજી પેન્ડિંગ રાખતા દેવાયત ખવડ હજુ પણ જેલમાં બંધ જ રહેશે. ત્યારે સુત્રો પાસેથી પ્રાપ્ત જાણકારી મુજબ જામીન મેળવવા માટે દેવાયત ખવડ હાઈકોર્ટના દ્વાર ખખડાવી શકે છે અને ત્યાં જામીન અરજી કરી શકે છે. જો કે હાલ તો દેવાયત ખવડને જેલમાં જ બંધ રહેવું પડશે.
આ પણ વાંચો : સરકારી ગોડાઉનમાં અનાજ કૌભાંડ, ઉચ્ચ બેઠકમાં મંત્રી કુંવરજી બાવળિયાએ અધિકારીઓને આપ્યો આ ઓર્ડર