2022નું વર્ષ પૂર્ણ થવામાં ગણતરીના દિવસો બાકી છે. તેવામાં શનિ-રવિવારની રજામાં વર્ષના અંતિમ અઠવાડીયામાં લોકોએ પ્રવાસની મોજ માણી છે. જેમાં સોમનાથમાં દરિયાની લહેરોની વચ્ચે દાદાના દર્શનનો લાભ મળે છે. સાથે જ સાસણ ગીરના સિંહો અને કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના બીચ પર લોકોએ મજા માણી છે.
આ પણ વાંચો: લો બોલો, AMCનું રૂ. 21,708 કરોડનું બજેટ વપરાયું જ નથી
સોમનાથ મંદિરમાં દર્શન માટે આવેલ 60 હજારથી વધુ યાત્રિકો નોંધાયા
વર્ષની ઉજવણી કરવા માટે સોમનાથના તમામ અતિથિગૃહો અને ગેસ્ટ હાઉસો 3 જાન્યુઆરી સુધી હાઉસફૂલ થયા છે. પ્રવાસીઓના ધસારાના કારણે અહીંના લોકોની રોજગારી વધી છે. ભોજનાલયો, ટુર્સ ટ્રાવેલ્સના ધંધાર્થીઓ સહિત સ્થાનિક વેપારીઓ પણ ખુશી અનુભવી રહ્યા છે. ક્રિસમસની રજાઓમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ અને ગીરસોમનાથના જુદા-જુદા પર્યટન સ્થળોએ યાત્રીઓ ઉમટી પડ્યા છે. જેમાં ક્રિસમસના બે દિવસમાં સોમનાથ મંદિરમાં દર્શન માટે આવેલ 60 હજારથી વધુ યાત્રિકો નોંધાયા છે. લોકો પરિવાર સાથે ગીર સોમનાથના વિવિધ પ્રવાસન સ્થળોની મુલાકાત લઈ રહ્યા છે. જેમાં લોકો સપરિવાર રજાઓનો આનંદ લઇ રહ્યાં છે.
આ પણ વાંચો: ગુજરાતમાં દારૂબંધી: હેલ્થ પરમિટની સંખ્યાનો આંકડો જાણી રહેશો દંગ
25 ડિસેમ્બરે 31424 યાત્રિકોએ સોમનાથમાં આવી દર્શન કર્યા
ઉલ્લેખનીય છે કે આ વર્ષે ચોથો શનિવાર હોવાથી પ્રાઇવેટ અને સરકારી કર્મચારીઓને 2 દિવસની રજાનો લાભ મળ્યો છે. જેનો લાભ લઈને લોકો પરિવાર સાથે ફરવા નીકળી ગયા છે. એમાં પણ બધાનું ફેવરિટ ડેસ્ટીનેશન જાણે સોમનાથ બન્યું હોય તેવુ લાગી રહ્યુ છે. જેમાં બે દિવસમાં સોમનાથ મંદિરમાં કુલ 60 હજારથી વધુ યાત્રિકોએ સોમનાથદાદાના દર્શન કર્યા હતા. 24 ડિસેમ્બરે 26,994 યાત્રિકોએ સોમનાથમાં દર્શન લાભ લીધો હતો તો 25 ડિસેમ્બરે 31424 યાત્રિકોએ સોમનાથમાં આવી દર્શન કર્યા છે. તથા દિવ અને સાસણગીરમાં પણ પ્રવાસીઓની ભીડ જામી છે.