કચ્છ - સૌરાષ્ટ્રધર્મવિશેષ

ભક્તો પોતાના દુઃખ દૂર કરવા ગણપતિ બપ્પાને લખે છે ટપાલ !

Text To Speech

માણસ જીવનમાં દુઃખી થાય મુશ્કેલી અનુભવે ત્યારે તે સૌથી વધુ ભગવાનને યાદ કરતો હોય છે. એકલતા અનુભવ તો માણસ માણસથી જ થાકી પ્રભુના આશરે પહોંચતો હોય છે. ભગવાન સમક્ષ પ્રાર્થના કરવાની પણ અલગ અલગ રીત હોય છે લોકો ભગવાનને વિનવવા જાત જાતના માર્ગ અપનાવે છે. પણ શું તમે સાંભળ્યું છે કે ભગવાનને એક ટપાલ લખવાથી લોકોના દુઃખ દૂર થાય છે.

હા, આ વાત છે એવા એક વિઘ્નહર્તા ગજાનંદ ગણપતિ બાપા ના મંદિરની કે જ્યાં લોકો ભગવાન ગણેશજીને પોતાના દુઃખ દર્દ અને મુશ્કેલીઓ ટપાલથી લખીને મોકલે છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા પાસે આવેલા ઢાંકમાં સ્વયંભૂ ગણપતિ દાદાનું મંદિર આવેલ છે.આ સિદ્ધિ વિનાયક મંદિરનો ઇતિહાસ તો ખૂબ અનેરો છે પરંતુ આ જગ્યાની વિશેષતા પણ છે.

વિઘ્નહર્તા ગજાનંદ ગણપતિ બાપા રાજકોટ - humdekhengenews25 વર્ષથી પૂજારી બાપ્પા સમક્ષ વાંચે છે ટપાલો

તમારા જીવનમાં દુ:ખ-દર્દ જે કઈ પણ હોય એ ટપાલના માધ્યમથી મંદિરે મોકલવાની હોય છે અને જોતજોતામાં તમારા દુ:ખ-દર્દ ગણપતિ દાદા દૂર કરે છે.આવા તો એક નહીં અનેક દાખલા છે.ઢાંક ગામ ખાતે આજથી અંદાજિત ૨૫ વર્ષથી અહીં પૂજારી દ્વારા ટપાલ વંચાય છે.મંદિરના પૂજારી દ્વારા દરરોજ ગણપતિ દાદાને ટપાલ વાંચીને સંભળાવે છે.ઉપલેટા સિદ્ધિ વિનાયક મંદિરનો ઇતિહાસ તો ખૂબ અનેરો છે- humdekhengenewsઅહીના પૂજારીનું કહેવું છે કે, દીકરા-દીકરીનું લગ્ન ન થતા હોય,સંતાન પ્રાપ્તિ, આર્થિક-શારીરિક જે કોઈ પીડા હોય પણ એક વસ્તુ એવી છે કે શ્રદ્ધા હોવી જરૂરી છે,શ્રદ્ધા વગર કોઈ કામ થતું નથી.આ મંદિરે દરરોજ ભક્તો દેશ-વિદેશથી ૧૦૦ થી ૧૫૦ જેટલી ટપાલો મોકલે છે.

આ પણ વાંચો : ડાયમંડ સિટીમાં સોનાની ઘારી !

રાજકોટ જિલ્લાના ઉપલેટા પાસે આવેલા ઢાંક ગામમાં સ્વયંભૂ પ્રગટ થયેલા ગણપતિ દાદાના દર્શન કરવા એ આપણા જીવનનો અમૂલ્ય લહાવો છે.અમારા દ્વારા શેર કરવામાં આવેલ આ કહાની પસંદ આવી હોય તો વધુમાં વધુ શેર કરો.

Back to top button