ગુજરાતમધ્ય ગુજરાત

ભક્તો આનંદો! પાવાગઢના દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓને મળશે વધુ એક સુવિધા

Text To Speech
  • યાત્રાધામ પાવાગઢ ખાતે પાર્કિંગ અને મોબાઈલ નેટવર્કની સમસ્યા નહીં રહે
  • પાવાગઢ મંદિરને સુવિધાને લઈને અનેક મોટા નિર્ણયો લેવાયા
  • મોબાઈલ નેટવર્ક માટે બે ટાવર ઉભા કરવામાં આવશે

યાત્રાધામ પાવાગઢ જતા યાત્રિકો માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. હવે પાવાગઞઢમાં યાત્રિકોને મોબાઈલ નેટવર્કની તકલીફ ના રહે તે માટે ખાસ આયોજન કરવામા આવી રહ્યું છે. પાવાગઢમા આગામી સમયમાં પાર્કિંગ અને મોબાઈલ નેટવર્ક સહિતની સુવિધાનો વિકાસ કરવામા આવશે.

ગોધરા કલેકટર કચેરીમાં મળી બેઠક

તાજેતરમા ગુજરાત વિકાસ બોર્ડના સચિવની હાજરીમાં ગોધરા કલેકટર કચેરીમાં બેઠક મળી હતા. જેમાં યાત્રાધામ પાવાગઢના વિકાસ કામો માટે ચર્ચા કરવામા આવી હતી. આ બેઠકમાં પાવાગઢ મંદિરને સુવિધાને લઈને અનેક મોટા નિર્ણયો લેવામા આવ્યા છે. આ નિર્ણયમાં ખાસ નિર્ણય પાર્કિંગ અને મોબાઈલ નેટવર્કની સુવિધાનો છે.

પ્રસાદ વિવાદ - Humdekhengenews

મોબાઈલ નેટવર્ક માટે બે ટાવર ઉભા કરાશે

મહત્વનું છે કે પાવાગઢ મંદિર વિસ્તારમાં મોબાઈલ નેટવર્કની મોટી સમસ્યા છે, અહી આવનારા ભક્તો જ્યારે વિખુટા પડી જાય ત્યારે તેમજ ઓનલાઇન પેમેન્ટ માટે ખૂબ જ તકલીફ પડતી હોય છે. ત્યારે હવે પાવાગઢમાં આ સમસ્યાનું સમાધાન લાવવાનું આયોજન કરવામા આવ્યું છે. યાત્રિકોની સગવડતાના ભાગરૂપે મોબાઈલ નેટવર્ક માટે બે ટાવર ઉભા કરવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.

આ વધારાની સુવિધાઓ પણ મળશે

વિકાસના કામો માટે મળેલી આ બેઠકમાં ચાંપાનેર કિલ્લા વિસ્તારના આંતરિક રસ્તાઓ પણ નવીન બનાવવા માટે નિર્ણય લેવાયો છે. નવીન રસ્તાઓ બનાવવાની સાથે માંચી ખાતે પાર્કિંગ સુવિધાઓ સાથે શૌચાલય સહિતની પ્રાથમિક સુવિધાઓ ઉભી કરવામા આવશે. હાલ માંચી ખાતે પાર્કિગ અને નવીન ગેટ માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી છે.

આ પણ વાંચો : રાજકોટ : લાલપરી નદીમાંથી મહિલાનો ટૂકડા કરેલી હાલતમાં મળ્યો મૃતદેહ, તાંત્રિક વિધિની શંકા

Back to top button