અમદાવાદગુજરાતટ્રાવેલધર્મ

અમદાવાદના શિવાલયોમાં ગૂંજ્યો હર હર મહાદેવનો નાદ, શ્રધ્ધાળુઓ દર્શન માટે ઉમટ્યા

Text To Speech

અમદાવાદ, 8 માર્ચ 2024, આજે મહાશિવરાત્રિના દિવસે દેવાધિદેવ મહાદેવના મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી છે. હર હર મહાદેવના નાદ સાથે શિવ ભક્તો મહાદેવની આરાધનામાં લીન બન્યા છે. આજે રાજ્યમાં વિવિધ મંદિરોમાં મહાદેવને વિશેષ શૃંગાર સાથે મહામૃત્યુંજય યજ્ઞ સહિતની પૂજા વિધિઓ પણ કરવામાં આવશે. ત્યારે અમદાવાદના ખાડિયા વિસ્તારમાં જાણિતા ચકુડિયા મહાદેવના દર્શનાર્થે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. સવારથી જ મહાદેવના દર્શન કરવા ભક્તો કતારમાં ઉભા રહ્યાં હતાં.

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge News (@humdekhenge_news)

કાલુપુર રેલવે યાર્ડમાં ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર
અમદાવાદ શહેરમાં કેટલાક એવા મંદિરો છે જે પૌરાણિક છે પરંતુ બ્રિટિશકાળનું એક એવું મંદિર પણ છે જે રેલવે ટ્રેકની બાજુમાં જ છે. આ મંદિરની બાજુમાંથી અનેક ટ્રેનોની રોજ અવરજવર થતી રહે છે. શહેરના કાલુપુર ઘી બજાર પાસેના રેલવે યાર્ડમાં ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિર પૌરાણિક હોવાની માન્યતા છે. ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર 400 વર્ષ જૂનું હોવાનું કહેવાય છે. અમદાવાદના કાલુપુર રેલવે યાર્ડમાં આ મદિરમાં સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયું હોવાનું ભક્તો જણાવી રહ્યાં છે. દર સોમવારે અહીં 150થી 200 લોકોનો જમણવાર થાય છે. શ્રાવણ મહિનાના દરેક સોમવારે અહીં હજારોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે. ઘણા લોકોને ખબર નથી કે અમદાવાદના કાલુપુર રેલવે યાર્ડમાં આસ્થાના પ્રતીક એવા ગુપ્તેશ્વર મહાદેવ મંદિરનું આવેલું છે.

આ પણ વાંચોઃખાય ખોંખારો રૂખડ તો ગિરનાર આખો ઘણધણે, લાખ ધ્રુજે લખપતિ એક ચીપિયો જો રણઝણે

 

Back to top button