આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રાવેલટ્રેન્ડિંગધર્મનેશનલવિશેષ

શ્રીલંકામાં માતા સીતાના મંદિરે કુંભાભિષેકનું આયોજન, ભારત સહિત વિશ્વમાંથી પહોંચ્યા શ્રદ્ધાળુ

Text To Speech
  • રાવણે માતા સીતાને કેદ રાખ્યાં હતાં તે નુવરા એલિયા ગામે આવેલું છે સીત અમ્મન મંદિર
  • જીર્ણોદ્ધાર બાદ યોજાયેલા કુંભાભિષેકમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ પહોંચ્યા
  • ભારતના આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરે શ્રીલંકન સરકારને શાળાના અભ્યાસક્રમમાં રામયણનો સમાવેશ કરવા વિનંતી કરી

કોલંબો, 19 મે, 2024: શ્રીલંકાના નુવારા એલિયા ખાતે સીતા અમ્મન મંદિરમાં આજે રવિવારે એકાદશી નિમિત્તે કુંભાભિષેક પૂજાનું આયોજન થયું હતું. આ પ્રસંગે ભારતમાંથી આર્ટ ઑફ લિવિંગના સ્થાપક શ્રી શ્રી રવિશંકર સહિત અનેક ધાર્મિક અને સામાજિક અગ્રણીઓ શ્રીલંકા પહોંચ્યા હતા. ભારત ઉપરાંત વિશ્વના અન્ય દેશોમાંથી પણ શ્રદ્ધાળુઓએ નુવાલા એલિયામાં સીતા અમ્મન મંદિરે ધાર્મિક સમારંભમાં ભાગ લીધો હતો.

નુવારા એલિયા ગામમાં સીતા અમ્મનનું મંદિર છે અને પૌરાણિક કથા અનુસાર રાવણે માતાને આ સ્થળે બંધક બનાવ્યાં હતાં. અને હનુમાનજી પણ શ્રી રામનો સંદેશો લઈને આ સ્થળે જ માતા સીતાને મળ્યા હતા.

કુંભાભિષેક પ્રસંગે પહોંચેલા શ્રી શ્રી રવિશંકરે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આ એ સ્થળ છે જ્યાં સીતાજીને આશ્વાસન મળ્યું હતું. હનુમાનજી આ સ્થળે જ સીતાજીને મળ્યા હતા અને તેમને સંદેશો પાઠવ્યો હતો કે, પ્રભુ શ્રી રામ આવી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, આપણા સૌ માટે ગૌરવની ક્ષણ છે કે, આ મંદિરનું જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે અને કુંભાભિષેક યોજાઈ રહ્યો છે.

શ્રી શ્રી રવિશંકરના કહેવા મુજબ, તેમણે શ્રીલંકાની સરકારને વિનંતી કરી છે કે, રામાયણ તથા તેની સાથે સંકળાયેલી વાતોનો શ્રીલંકાની શાળાઓમાં સ્કૂલના અભ્યાસક્રમમાં સમાવેશ કરવો જોઇએ.

આ પણ વાંચોઃ મા વૈષ્ણોદેવીના દર્શન થશે આસાન, જમ્મુથી હેલિકોપ્ટર મારફતે પહોંચાશે માતાના દરબારમાં

Back to top button