યાત્રાધામ શામળાજીમાં પોષી પુનમે દર્શનાર્થે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું


સુપ્રસિધ્ધ યાત્રાધામ શામળાજી ખાતે પોષી પુનમને લઈ ભક્તોનું ઘોડાપુર ભગવાન શામળીયાના દર્શન માટે ઉમટયું હતું. જિલ્લાભરમાંથી અને ગુજરાતભરમાંથી વહેલી સવારે ભગવાન શામળીયાના દર્શન કરવા ભક્તો આવી પહોંચ્યા હતા અને કાળીયા ઠાકોરના દર્શન કરી ધન્ય બન્યા હતા.
આ પણ વાંચો : પ્રમુખસ્વામી નગરમાં આજે દીક્ષા દિવસની ઉજવણી, અમેરિકા, આફ્રિકા અને ભારતના કુલ 46 યુવકો લેશે દીક્ષા
કોવીડ-19 અંતર્ગત નિયમોના પાલન સાથે શ્રધ્ધ્ળુઓને મંદિરમાં પ્રવેશ અપાયો હતો. પ્રાચીન યાત્રાધામ શામળાજી મંદિર ખાતે પોષી પુનમ હોઈ શ્રધ્ધાળુઓમાં ભગવાન શામળીયાના દર્શન કરવા માટે દૂર દૂર થી આવેલ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. મંદિરના પટાંગણમાં લાઈનબધ્ધ સાથે ભક્તો શામળીયાના જય-જયકાર સાથે ઉમટી પડયા હતા. શામળીયા ભગવાનની મૂર્તિને સુંદર વાઘા અને સુર્વણ અલંકાર થી સુશોભિત કરાયા હતા. કોરોના ને લઈ મંદિર ટ્રસ્ટના મેનેજર અને ટ્રસ્ટીઓ દ્વારા સંપૂર્ણ પણે કોવીડ-૧૯ ના નિયમો અને સરકારી ગાઈડ લાઈન મુજબ શ્રધ્ધાળુઓને મંદિરમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.
આ પણ વાંચો :પોષી પૂનમ : પ્રાગટય દિવસે હાથીની અંબાડી પર માં અંબાની ભવ્ય શોભાયાત્રા નીકળશે

શામળાજી મંદિરમાં કાળીયા ઠાકોરના દર્શન કરવા રાજ્યમાંથી પણ અનેક લોકો આવતા હોય છે. ત્યારે આજે શામળાજી મંદિર ભક્તોના ઘોડાપુરથી સવારથી જ ઉભરાયેલું રહ્યું.