ઉત્તર ગુજરાતગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગાંધીનગર દહેગામ પાસે ગણેશ વિસર્જન દરમિયાન શ્રદ્ધાળુઓ ડૂબ્યા, ત્રણના મૃતદેહ મળ્યા

Text To Speech

ગાંધીનગર, 13 સપ્ટેમ્બર, 2024:  ગાંધીનગર દહેગામ પાસે આજે શુક્રવારે ગણેશ વિસર્જન દરમિયાન ઓછામાં ઓછા 10 શ્રદ્ધાળુ ડૂબ્યા હતા જેમાંથી ત્રણના મૃતદેહ મળ્યા હોવાનું જાણવા મળે છે. પ્રાથમિક અહેવાલ અનુસાર દહેગામના વાસણા સોગઠી ગામમાં પણ ગણેશ વિસર્જન દરમિયાન મોટી દુર્ઘટના બની છે.

દહેગામના વાસણા સોગઠી ગામની નદીમાં 10 લોકો ડૂબ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ગણેશ વિસર્જન દરમિયાન 10 જેટલા લોકો ડૂબ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે હાલમાં સ્થાનિક લોકો દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં 3ના મૃતદેહ મળ્યા હોવાની પ્રથામિક માહિતી મળી છે.

એક અઠવાડિયામાં બીજી ઘટના

આ અગાઉ પાટણમાં પણ બુધવારે દુર્ઘટના ઘટી હતી. ગણેશ વિસર્જન દરમિયાન પાટણમાં એક દુખદ ઘટના સામે આવી હતી. પાટણ ખાતે ગણેશ વિસર્જન સમયે 7 લોકો ડૂબ્યા હતા. પાટણ સરસ્વતી બેરેજમાં આ ઘટના બની છે. આ દુર્ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. ગણેશ વિસર્જન કરતી વખતે 7 લોકો ડૂબવાથી અરેરાટી મચી જવા પામી હતી. પાટણ બનેલી આ દુર્ઘટનામાં પ્રજાપતિ સમાજના એક જ પરિવારના 4 લોકોના ડૂબવાથી મૃત્યુ થયા હતા. આ દુઘટનામાં પ્રજાપતિ પરિવારના જીમિત નીતિનભાઈ, શીતલબેન નીતિશભાઈ તેમનો પુત્ર દક્ષ નીતિશ ભાઈ અને શીતલબેનના ભાઈ અને નયન રમેશભાઈના મૃત્યુ નિપજ્યા હતા. આ અંગે વિગતે વાત કરીએ તો બુધવારે સાંજે પ્રજાપતિ પરિવારના એક સાથે 4 લોકોના મોત થતાં જ રાત્રિના સમયે તમામની પીએમની વિધિ પૂર્ણ કરવામાં આવી હતી અને પરિવારજનોને ડેડબોડી સોંપવામાં આવી હતી. પ્રજાપતિ પરિવારના સંબંધીઓ વહેલી સવારથી જ વેરાઈ ચકલા ખાતે આવી પહોંચ્યા હતા. આ સમયે એકસાથે સાથે 4-4 લોકોની અર્થી ઉઠતા સમગ્ર ગામમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો.

આ પણ વાંચોઃ પાટણની સરસ્વતી નદીમાં ગણેશ વિસર્જન દરમિયાન સાત લોકો ડૂબ્યા, ત્રણનો બચાવ

Back to top button