ગુજરાતટોપ ન્યૂઝ

માધવપુરા બેંકમાં હજાર કરોડથી વધુનું કૌભાંડ કરનાર દેવેન્દ્ર પંડયા પકડાયો, હવે થશે મોટા ખુલાસા

1,030 કરોડના કાંડ મામલે ભાગેડુ માધવપુરા બેંકના MD દેવેન્દ્ર પંડયાની મુંબઈથી ધરપકડ કરવામાં આવી છે. જેમાં મેનેજિંગ ડિરેક્ટર પંડયા જામીન પર મુક્ત થયા બાદ 10 વર્ષથી ફરાર હતા. તથા 50થી વધુ ગુનામાં આરોપીની સંડોવણી છે. તેમજ CID ક્રાઇમે 25 હજારનું ઈનામ જાહેર કર્યું હતું.

આ પણ વાંચો: ઓકલેન્ડના દરિયામાં નાહવા પડેલા અમદાવાદના બે યુવકો તણાયા

દેવેન્દ્ર પંડયાને પકડવા માટે રૂ. 25 હજારનું ઈનામ જાહેર કરવામાં આવ્યું

માધવપુરા મર્કેન્ટાઇલ કો-ઓપરેટિવ બેંકના રૂ. 1,030 કરોડના કૌભાંડમાં સંડોવાયેલા મેનેજિંગ ડિરેક્ટર દેવેન્દ્ર પંડયાની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મુંબઈ કાંદિવલીથી ઝડપી પાડયા છે. 85 વર્ષીય દેવેન્દ્ર પંડયા જામીન પર મુકત થયા બાદ છેલ્લા દસ વર્ષથી ફ્રાર થઈ ગયા હતા.તાજેતરમાં સીઆઇડી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા દેવેન્દ્ર પંડયાને પકડવા માટે રૂ. 25 હજારનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, દેવેન્દ્ર પંડયા સામે 50થી વધુ ગુના નોંધાયેલા છે. જો કે, વર્ષ 2001માં ઉભી થયેલ માધવપુરા મર્કેન્ટાઇલ કોઓપરેટિવ બેંક દ્વારા દાખલ કરેલા 100 જેટલા કેસોમાંથી એકપણ કેસ આજદિન સુધી ચાલુ થયો નથી. જયારે વહીવટદાર દ્વારા રીકવરી માટે મુકયા છે પરંતુ વહીવટદાર દ્વારા 13 થી વધુ બેંકની જ મિલકતોની હરાજી કરી દેવામાં આવી હતી.

50 વધુ ગનામાં ધરપકડ કરીને જેલમાં મોકલી આપ્યા

માધવપુરા મર્કેન્ટાઇલ કો-ઓપરેટિવ બેંક વર્ષ 2001માં કેતન પારેખના લીધે ઊભી થઈ ગઈ હતી, જેના લીધે લાખો રોકાણકારોના રૂ. 1,030 કરોડથી વધુ રૂપિયા ડૂબ્યા હતા. જેની તપાસ સીબીઆઈનો સોંપવામાં આવી હતી.સીબીઆઈ દ્વારા કેતન પારેખ સહિત અન્યોની ધરપકડ કરી હતી.જેમાં કેતન પારેખએ રૂ. 350 કરોડથી વધુની રકમ ત્રણ વર્ષમાં ભરવાની શરતે જામીન મેળવ્યા હતા. જો કે કેતન પારેખએ ત્રણ વર્ષની જગ્યાએ દસ વર્ષે નાણાં ભર્યા હતા. બીજી તરફ્ બેંક દ્વારા ચેરમેને સહિતના હોદ્દેદારો સામે સીઆઈડી ક્રાઈમમાં 100થી વધુ લેખિત ફ્રિયાદો કરી હતી. જેમાં મેનેજિંગ ડિરેક્ટર દેવેન્દ્ર પંડયાની પણ 50 વધુ ગનામાં ધરપકડ કરીને જેલમાં મોકલી આપ્યા હતા.

આ પણ વાંચો: ટેકનોસેવી કરચોરો પર તવાઇ, GST માટે ડિજિટલ ફોરેન્સિક લેબોરેટરી સ્થપાશે

દેવેન્દ્ર પંડયાની માહીતી આપનારને રૂ. 25 હજારનું ઈનામ

આ પછી દેવેન્દ્ર પંડયા વર્ષ 2012માં જામીન પર મુકત થયા હતા. તાજેતરમાં સીઆઈડી ક્રાઈમના ધ્યાને આવ્યુ હતુ કે દેવેન્દ્ર પંડયા વોન્ટેડ થયા છે.જેના પગલે સીઆઈડી ક્રાઈમ દ્વારા દેવેન્દ્ર પંડયાની માહીતી આપનારને રૂ. 25 હજારનું ઈનામ જાહેર કર્યુ હતુ. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરતા માલુમ પડયુ હતુ કે, દેવેન્દ્ર પંડયા જામીન પર મુકત થયા બાદ પાલડી રહેતા હતા. આ પછી તેઓ તેમની પુત્રી મુંબઈમાં રહે છે ત્યા રહેવા ચાલ્યા ગયા હતા.જેના આધારે ક્રાઈમ બ્રાન્ચે મુંબઈ કાંદીવલીથી દેવેન્દ્ર પંડયાની ધરપકડ કરીને લાવ્યા હતા. ત્યારબાદ કોર્ટના વોરન્ટના આધારે આરોપી દેવેન્દ્ર પંડયાને સાબરમતી જેલમાં મોકલી આપ્યા હતા.

1100 કરોડની રીકવરી માટે કોર્ટમાં અરજીઓ કરી

માધવપુરા મર્કેન્ટાઇલ કોઓપરેટિવ બેંકમાંથી ગેરકાયદેસર રીતે સ્ટોક બ્રોકર કેતન પારેખ, તેને રૂ. 1,030 કરોડની લોન આપી હતી આ પછી કેતન પારેખ બેંકમાં સૌથી મોટો ડિફેલ્ટર હતો.જેના લીધે બેંકના નાણાં ડૂબતા રોકાણકારોના નાણાં ડૂબ્યા હતા. જેમાં બેંક તરફ્થી 100 થી વધુ લેખિત ફ્રિયાદોકરી હતી.માધવપુરા મર્કેન્ટાઇલ કો-ઓપરેટિવ બેંક દ્વારા કેતન પારેખ પાસેથી વ્યાજ સહિત 1100 કરોડની રીકવરી માટે કોર્ટમાં અરજીઓ કરી હતી. જે આજદિન સુધી પડતર છે.

Back to top button