ચૂંટણી 2022ટોપ ન્યૂઝનેશનલ

સત્તામાં વાપસી બાદ દેવેન્દ્ર ફડણવીસનો નાગપુરમાં રોડ શો, કહ્યું- આગામી 2.5 વર્ષ કર્મયોગ માટે

Text To Speech

મહારાષ્ટ્રમાં ભાજપની સત્તામાં વાપસીના માસ્ટરમાઈન્ડ કહેવાતા નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ આજે તેમના શહેર નાગપુર પહોંચ્યા હતા. અહીં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પછી તેમણે રોડ શોમાં પણ ભાગ લીધો હતો. આ પ્રસંગે ફડણવીસે કહ્યું કે, સત્તામાં પાછા ફર્યા બાદ 2.5 વર્ષનો સમય કર્મયોગ માટે છે. આ સમયમાં મહારાષ્ટ્રની જનતા માટેના કામ કરીશું. તેમણે વધુમાં કહ્યું કે, હવે અમે મહારાષ્ટ્રને દેશનું નંબર વન રાજ્ય બનાવવા માટે કામ કરીશું. એટલું જ નહીં, તેમણે એમ પણ કહ્યું કે અમે માત્ર આ અઢી વર્ષ પૂરા કરવાની સાથોસાથ આગામી પાંચ વર્ષ માટે પૂર્ણ બહુમતની સરકાર પણ બનાવીશું. સત્તા પરિવર્તન બાદ દેવેન્દ્ર ફડણવીસ પ્રથમ વખત તેમના શહેર નાગપુર પહોંચ્યા છે. તો ત્યાં મુખ્યમંત્રી એકનાથ શિંદે પણ થાણેની મુલાકાત લીધી હતી. જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

Devendra Fadnavis

‘જલોશ યાત્રા’ રોડ શો
રાજ્યમાં નવી સરકારની રચના બાદ દેવેન્દ્ર ફડણવીસના વતન નાગપુર પહોંચતા ભાજપના કાર્યકરોએ નાયબ મુખ્યમંત્રીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. તેમની સાથે તેમની પત્ની અમૃતા ફડણવીસ પણ હતી. એરપોર્ટ પરથી ભાજપના નેતાએ નાગપુરમાં તેમના સમર્થકો દ્વારા આયોજિત ‘જલોશ યાત્રા’ (વિજય સમારોહ) શરૂ કરી.

ટૂંક સમયમાં કેબિનેટ વિસ્તરણ થશે
એકનાથ શિંદેની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર સરકારે વિધાનસભામાં વિશ્વાસ મત જીત્યાના એક દિવસ પછી નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, રાજ્ય કેબિનેટનું ટૂંક સમયમાં વિસ્તરણ કરવામાં આવશે. આજે નાગપુર એરપોર્ટ પર પત્રકારો સાથે વાત કરતા ફડણવીસે રાજ્યના વિદર્ભ ક્ષેત્રના વિકાસ પ્રત્યે પોતાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. ફડણવીસે કહ્યું કે, કેબિનેટનું વિસ્તરણ ટૂંક સમયમાં કરવામાં આવશે.

Back to top button