ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રમાં હારની જવાબદારી સ્વીકારી! Dy.CM પદેથી મુક્ત થવા માંગ કરી

Text To Speech
  • હું સરકારમાં રહેવાને બદલે રાજ્યમાં પાર્ટીની મજબૂતી માટે કામ કરવા માંગુ છું: દેવેન્દ્ર ફડણવીસ

મહારાષ્ટ્ર, 5 જૂન: લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થતા જ મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે હલચલ જોવા મળી રહી છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રાજ્યમાં ભાજપની હારની સંપૂર્ણ જવાબદારી લીધી છે. એટલું જ નહીં રાજ્યમાં પાર્ટીની હારની જવાબદારી લેતા તેમણે પાર્ટીના વરિષ્ઠ નેતાઓને મહારાષ્ટ્ર સરકારની જવાબદારીમાંથી મુક્ત કરવા વિનંતી કરી છે.

 

દેવેન્દ્ર ફડણવીસે શું કહ્યું?

મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે, ‘રાજ્યમાં એનડીએને જે બેકઅપ મળ્યું છે તેની સંપૂર્ણ જવાબદારી હું લઉં છું. હું આ હારની જવાબદારી લઉં છું. હું ભાજપના વરિષ્ઠ નેતાઓને વિનંતી કરીશ કે મને સરકારની જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવે.”

પાર્ટી સંગઠનની જવાબદારી આપવી જોઈએ: ફડણવીસ

સરકારી જવાબદારીઓમાંથી મુક્ત થવાની ઈચ્છા વ્યક્ત કરતા દેવેન્દ્ર ફડણવીસે વધુમાં કહ્યું કે, “મને પાર્ટી સંગઠનની જવાબદારી સોંપવામાં આવે. મહારાષ્ટ્રમાં ભવિષ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. હું સરકાર સાથે રહીશ અને માર્ગદર્શન કરતો રહીશ. હું સરકારમાં રહેવાને બદલે રાજ્યમાં પાર્ટીની મજબૂતી માટે કામ કરવા માંગુ છું.”

આ પણ જુઓ: 8 જૂને મોદી ત્રીજી વખત પીએમ પદના શપથ લઈ શકે છે: સુત્ર

Back to top button