ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ફડણવીસે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન તરીકે લીધા શપથ, જૂઓ વીડિયો

Text To Speech

મુંબઈ, તા.5 ડિસેમ્બર, 2024:  મહારાષ્ટ્રમાં મહાયુતિ સરકાર બની છે. ભાજપના દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. જ્યારે શિવસેનાના એકનાથ શિંદે અને એનસીપીના અજિત પવારે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.

મહારાષ્ટ્રના રાજ્યપાલ સી. પી. રાધાકૃષ્ણને દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે અને અજિત પવારને હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. દેવેન્દ્ર ફડણવીસ ત્રીજી વખત મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન બન્યા હતા. આ પહેલાની સરકારમાં એકનાથ શિંદે મુખ્યપ્રધાન હતા. જ્યારે બીજેપી નેતા દેવેન્દ્ર ફડણવીસ અને એનસીપીના અધ્યક્ષ અજિત પવાર નાયબ મુખ્યપ્રધાનની જવાબદારી સંભાળતા હતા. હવે નવી સરકારમાં નેતૃત્વ બદલાઈ ગયું છે.

સીએમ બન્યા બાદ ફડણવીસનું પીએમ મોદી સાથે ફોટો સેશન

શપથ ગ્રહણ સમારોહ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્યપ્રધાન એકનાથ શિંદે અને અજિત પવારસાથે ફોટો શૂટ કરાવ્યું હતું. પવાર અને ઉદ્ધવ ઠાકરે આજે શપથ ગ્રહણ સમારોહમાં હાજર રહ્યા ન હતા. મહા વિકાસ અઘાડીના કોઈ નેતા શપથ ગ્રહણ સમારોહમાં હાજર રહ્યા નહોતા. મહાયુતિએ શપથ લેવા માટે વિપક્ષને આમંત્રણ પણ મોકલ્યું હતું.


શપથ સમારોહમાં કોણ કોણ રહ્યું હાજર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, આસામના મુખ્ય પ્રધાન હેમંતા બિસ્વા સરમા, ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, બિહારના મુખ્ય પ્રધાન નિતીશ કુમાર, અરુણાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન પેમા ખંડુ, ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કર ધામી અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનો અને નાયબ મુખ્ય પ્રધાનો આ કાર્યક્રમ માટે મુંબઈ આવી રહ્યા છે. સલમાન ખાન, શાહરૂખ ખાન, સચિન તેંડુલકર, વિક્રાંત મેસ્સી, જય કોટક, એકતા કપૂર, મુકેશ અંબાણી, અનંત અંબાણી, જાન્હવી કપૂર, વિદ્યા બાલન, સિદ્ધાર્થ કપૂર, વરુણ ધવન, અનિલ અંબાણી, માધુરી દીક્ષિત, શ્રીરામ નેને, રણવીર કપૂર, રણબીર કપૂર, રણવીર સિંઘ, ગીતાંજલિ કિર્લોસ્કર, બિરેન્દ્ર સરાફ, રાજેશ અદાણી, મનોજ સૌનિક, કે. કે. તાતેડ, મૃદુલા ભાટકર, નિખિલ મેસવાણી, હેતલ મેસવાણી, નીરજા ચૌધરી, યોગેશ પુઢારી, રોહિત શેટ્ટી, અર્જુન કપૂર, સતીશ મહેતા, એટલી, બોની કપૂર, શ્રદ્ધા કપૂર, બાદશાહ, જયેશ શાહ, જ્હોન અબ્રાહમ, વિકી કૌશલ, ખુશી કપૂર, રૂપાલી ગાંગુલી, સુધાકર શેટ્ટી, ધવલ મહેતા, આલોક સંઘવી, જ્યોતિ પારેખ, આલોક કુમાર, અરવિંદ કુમાર સહિત અનેક સેલિબ્રિટીઓ કાર્યક્રમમાં હાજર લોકોમાં જોવા મળ્યા હતા.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રમાં નવા ચાણક્યનો ઉદય, શિવરાજ-વસુંધરાની જેમ દેવેન્દ્ર ફડણવીસની અવગણના કેમ ન કરી શકી ?

 તમામ સમાચારથી અપડેટ રહેવા અમારી વૉટ્સએપ ચૅનલમાં જોડાવ – લિંક –  https://whatsapp.com/channel/0029VaqfJ6J3GJP7HcwkVF1S

Back to top button