ચૂંટણી 2022ટોપ ન્યૂઝનેશનલ

પહેલી જુલાઈએ દેવેન્દ્ર ફડણવીશ લઈ શકે છે મુખ્યમંત્રીના શપથ

Text To Speech
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ઉદ્ધવ ઠાકરેએ રાજીનામું આપવાની જાહેરાત કરતાની સાથે જ ભાજપના નેતાઓ જશ્ન કરવા લાગ્યા હતા. તેમના માટે આ સૌથી ઐતિહાસિક જીત છે. ત્યારે તાજ હોટેલની અંદર ચાલી રહેલી બેઠક દરમિયાન વંદે માતરમના નારા લાગ્યા હતા અને ચારે તરફ ભાજપનો ભગવો ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ જાહેરાતની સાથે જ મહારાષ્ટ્રમાં સત્તા પરિવર્તન નિશ્ચિત થઈ ગયું હતું અને તેવામાં જ રાજકીય પંડિતો દ્વારા અટકળો શરૂ કરી દેવામાં આવી હતી કે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી તરીકે દેવેન્દ્ર ફડણવીશના નામની જાહેરાત ભાજપ દ્વારા સત્તાવાર રીતે કરવામાં આવશે અને તેઓ આગામી પહેલી જુલાઈના રોજ ફરી એકવાર મુખ્યમંત્રી પદ ગ્રહણ કરવા માટેના શપથ લઈ શકે છે.
શિંદે જૂથને ડેપ્યુટી CM અને મંત્રી પદની ઓફર : સૂત્ર
મહારાષ્ટ્રના રાજકારણ અંગે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ શિંદે જૂથ અને ભાજપ વચ્ચે સરકાર બનાવવા પર મંથન ચાલી રહ્યું છે. ભાજપે શિંદે જૂથને 8 કેબિનેટ અને 5 રાજ્ય મંત્રીની ઓફર આપી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ડેપ્યુટી CM માટે એકનાથ શિંદેનું નામ સુચવવામાં આવ્યું છે. આ ઉપરાંત તેઓ ગુલાબરાવ પાટિલ, શંભુરાજ દેસાઈ, સંજય શિરસાટ, દીપક કેસરકર, ઉદય સામંતને મંત્રી બનાવવામાં આવી શકે છે.
Back to top button