ગુજરાત

12 નગરપાલિકાઓમાં પાણી પૂરવઠા પ્રોજેક્ટસ અને તળાવ નવિનીકરણ માટે રૂ134.31 કરોડના વિકાસ કામોને મંજૂરી

Text To Speech

સરકાર દ્વારા દેશના નગરોમાં દરેક ઘરમાં નળ દ્વારા પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવાના ઉદ્દેશ્યથી શરૂ કરાવેલી અટલ મિશન ફોર રિજુવેનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન અમૃત-2.0 પ્રોજેક્ટની સ્ટેટ લેવલ ટેક્નિકલ કમિટિની ગાંધીનગરમાં તાજેતરમાં મળેલી બેઠકમા નવા કામો મંજૂર કરવામાં આવ્યા છે. GUDM દ્વારા આ બેઠકમાં પાણી પૂરવઠા પ્રોજેક્ટસ માટે રૂ. 91.92 કરોડ, તળાવ નવિનીકરણ માટે રૂ. 33.58 કરોડ અને ભુગર્ભ ગટરના 1 પ્રોજેક્ટ માટે રૂ. 8.87 કરોડ તેમજ પાર્ક પ્રોજેક્ટના રૂ. 54 લાખ મંજૂર કરવામાં આવ્યા છે.તળાવો ઉંડા કરવાની કામગીરી-humdekhengenews વર્ષ 2023-24ના બજેટમાં રાજ્ય સરકારે પાણી પૂરવઠા, ગટર વ્યવસ્થા, વરસાદી પાણીના નિકાલ તથા તળાવોના વિકાસ વગેરે માટે રૂ. 1454 કરોડની જોગવાઇ કરી છે. GUDM ની આ સ્ટેટ લેવલ ટેક્નિકલ કમિટિની બેઠકમાં મંજૂર થયેલા વિકાસ કામોમાં બજેટની આ નાણાંકીય જોગવાઇઓ નવું બળ પુરૂં પાડશે. GUDM દ્વારા પાણી પૂરવઠા પ્રોજેક્ટસ માટે જે 12 નગરપાલિકાઓને અનુમતિ આપવામાં આવી છે તેમાં રાજુલા નગરપાલિકા માટે રૂ. 15.58 કરોડ, ઠાસરા નગરપાલિકા માટે રૂ. 15.61, બારડોલી નગરપાલિકા માટે રૂ. 5.05, વાપી નગરપાલિકા માટે રૂ. 31.15, સાવલી નગરપાલિકા માટે રૂ.5.49, બોરીયાવી નગરપાલિકા માટે રૂ. 19.04 કરોડનો સમાવેશ થાય છે. આ 6 નગરપાલિકાઓને અપાયેલી પાણી પૂરવઠા પ્રોજેક્ટની મંજૂરીથી હાલની સાડા 6 લાખ તથા ભવિષ્યની અંદાજે 10 લાખની જનસંખ્યાને લાભ મળવાનો છે. એટલું જ નહિ, નવા 14890 ઘર જોડાણો પણ આપવામાં આવશે.

આ પણ વાંચો : જમીન મકાન માટે થતી પ્રીવેલ્યુએસનની પ્રક્રિયા હવેથી ઓનાલાઈન

GUDMની આ બેઠકમાં દ્વારકા, ગોધરા, ભરૂચ તેમજ મહેસાણાના તળાવોના નવિનીકરણના કુલ રૂ. 33.58 કરોડના પ્રોજેક્ટસ મંજૂર થયા છે. આ મંજૂર થયેલા 4 વોટર બોડી રિજુવેનેશન પ્રોજેક્ટસથી કુલ 1.30 લાખ ચોરસ મીટર વિસ્તારના તળાવોનો કાયાકલ્પ થશે. તળાવોમાં છોડવામાં આવતા ગટરના ગંદા પાણીને યોગ્ય રીતે વાળીને શુદ્ધિકરણ પ્લાન્ટ તરફ લઇ જવામાં આવશે. વલસાડ નગરપાલિકાના 8.87 કરોડના ભૂગર્ભ ગટર યોજના પ્રોજેક્ટસને પણ GUDMની SLTCની બેઠકમાં મળેલી મંજૂરીને પરિણામે વલસાડના નવા વિકાસ પામેલા વિસ્તારોને પ્રોજેક્ટ અન્વયે આવરી લેવાશે. વલસાડ નગરની 9410 જેટલી જનસંખ્યાને આ ભૂગર્ભ ગટર યોજનાનો લાભ મળવા સાથે નવા 1570 ઘર જોડાણો પણ અપાશે.

Back to top button