ગુજરાતબિઝનેસ

અદાણી ફાઉન્ડેશન દ્વારા હજીરાના કાંઠા વિસ્તારના ગામોમાં વિકાસ કાર્યો કરવામાં આવ્યા

Text To Speech

સુરત : અદાણી ફાઉન્ડેશન હજીરા કાંઠા વિસ્તારના અને ગામોમાં આરોગ્ય, શિક્ષણ, તાલીમ અને માળખાગત સુવિધાના વિકાસને લગતી અનેક પ્રવૃતિ સાથે સંકળાયેલું છે. અદાણી ફાઉન્ડેશન ભારતના વિવિધ પ્રદેશોમાં સમુદાયના ટકાઉ આજીવિકા વિકાસમાં સંકળાયેલું હોવાથી વિવિધ કામગીરી માટે વિનંતી આવતી હોય છે. એ અંતર્ગત જ હજીરાના કાંઠા વિસ્તાર મોરા, ભટલાઈ, દામકા, સુવાલી ગામમાંથી આવેલી વિવિધ વિનંતીની કામગીરી તાજેતરમાં જ પૂર્ણ થઈ છે.

Adani Foundation 01

સુરતના ચોર્યાસી તાલુકામાં મહત્તમ ગામો દરિયાકાંઠે છે એથી ભૂગર્ભ જળ ખારું છે હોવાથી સિંચાઈ હેતુ માટે તેનો ઉપયોગ કરી શકાતો નથી. મોટાભાગના વિસ્તારોમાં સિંચાઈ માટે તાજા પાણીની પહોંચ એ એક પડકારજનક મુદ્દો છે. વરસાદને સાચવવો અને ચોમાસા પછી સિંચાઈ માટે તેનો ઉપયોગ કરવો એ આ પ્રદેશો માટેનો એક ઉપાય છે. સરકાર આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હેઠળ તળાવ ઉંડા કરવાનું પણ આયોજન કરી રહી છે.

અદાણી ફાઉન્ડેશનને ગ્રામ પંચાયત તરફથી મળેલી વિનંતીને આધારે હજીરા વિસ્તારના દામકા, સુવાલી અને ભટલાઈમાં 03 નવા તળાવ બનાવવાની કામગીરી ચોમાસા અગાઉ કરી હતી. એક તળાવની ક્ષમતા લગભગ 20,000 ઘન મીટર જેટલી છે. જેનો ઘરેલું, સિંચાઈ હેતુ અને પશુઓ માટે ઉપયોગ કરી શકશે. આખરે તો પાણી આ વિસ્તારના લોકોના આર્થિક ધોરણોને સુધારવામાં મદદ કરશે. ઉપરાંત, તે ભૂગર્ભ જળને રિચાર્જ કરશે અને ભૂગર્ભ જળની ગુણવત્તામાં પણ સુધારો કરશે.

Adani Foundation 02

હજીરાના કાંઠા વિસ્તારમાં મોરા ગામ અને એની મધ્યનો બજાર મહત્વનો છે. મોરા ગામના મુખ્ય રસ્તાની બંને બાજુ દુકાનો છે અને ફેરિયાઑ ફળ-શાકભાજી વેચવા માટે બેસે છે. રસ્તાને જુદું પાડતું રોડ ડિવાઇડર ખુલ્લુ હતું એની ઉપર કોઈ ફેંસિંગ ન હતી. આના કારણે ફેરિયાઓ આ ડિવાઇડરની વચ્ચે કચરો નાખી જતાં તેથી રખડતા પશુઓ આવી ચઢતા હતા. સાથે જ લોકો પણ રસ્તો ક્રોસ કરવા માટે આ ડિવાઇડર ઓળંગીને જતાં.

અનેક વખત અહી નાના-મોટા અકસ્માત સર્જાતા રહ્યા છે, ટ્રાફિક જામ જેવી અનેક સમસ્યાઑ હતી. આ બધા કારણોસર મોરા ગામના સરપંચે એક વિનંતી અદાણી ફાઉન્ડેશન, હજીરાને મોરા ગામના મુખ્ય માર્ગ ઉપર આવેલા રોડ ડિવાઇડરને વ્યવસ્થિત કરીને એની ઉપર નવી ફેંસિંગ કરી કરી આપવામાં આવે. મોરા ગામના મુખ્ય માર્ગ ઉપરના ડિવાઇડરની ઉપર નવી અને મજબૂત રેલિંગ બનાવી છે. સાથે જ વૃક્ષારોપણ કરી પર્યાવરણને ઉપયોગી થઈ સુશોભનનું પણ કાર્ય કરવામાં આવ્યું છે. નવા ડિવાઇડર સુંદર થયા જ છે સાથે એ મુખ્ય માર્ગ પર અકસ્માતના જોખમમાં નોંધપાત્ર ઘટાડો કરશે.

Back to top button