દેશમાં ધાર્મિક પ્રવાસનનો વિકાસ, મેરિયોટ હોટેલ ગ્રુપના સહયોગથી થયા MOU
- મેરિયોટ હોટલ ગ્રુપ દ્વારા ધાર્મિક સ્થળોએ હોટલોના નિર્માણની તૈયારી શરૂ
- મેરિયોટ ગ્રુપ વૃંદાવન, તિરુપતિ અને અયોધ્યા જેવા ધર્મસ્થાનોએ હોટલોનું કરશે નિર્માણ
અમદાવાદઃ દેશના ધાર્મિક પ્રવાસનમાં અસાધારણ ઉછાળાને ધ્યાનમાં લઈને દેશના અગ્રણી હોટલ ગ્રુપ મેરિયોટે યાત્રાળુઓની સુવિધા માટે ધાર્મિક સ્થળોએ હોટલોના નિર્માણની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પ્રવાસીઓના ધસારાને ધ્યાનમાં લઈને મેરિયોટ હોટલ ગ્રુપ હવે ભારતમાં વિવિધ ધાર્મિક સ્થળે હોટેલો બાંધશે. તાજેતરમાં દિલ્હીમાં યોજાયેલા એક સમારંભમાં આ અંગેના MOU પણ થયા છે. તે અનુસાર મેરિયોટ હોટલ જૂથ વૃંદાવન, તિરુપતિ અને અયોધ્યા-એમ ત્રણ સૌથી પવિત્ર અને વ્યસ્ત ધર્મસ્થાનોએ હોટલોનું નિર્માણ કરશે. સૌથી અગત્યનું એ છે કે, જેબી મેરિયટ દ્વારા ગુજરાતના મેટ્રોપોલિટન શહેર સુરતમાં 300 રૂમ કરતાં વધુ મોટી હોટેલનું નિર્માણ કરવામાં આવશે.
મેરિયોટ ઈન્ટરનેશનલ તથા હોટેલિયર ઈન્ડિયા દ્વારા આયોજિત આ મહત્ત્વની ઈવેન્ટમાં સર્વ શ્રી આઈટીપી મીડિયાના બિભોર શ્રીવાસ્તવ, ગ્લોબલ ડીઝાઈન એશિયા પેસિફિકના મિ. માઇકલ વેંગ, ગ્લોબલ ડિઝાઈન APECના મંદાર ઝવારે તથા કેરન કિમ, જેક્વાર જૂથના રાજેશ મહેરા, કિરણ એન્ડિકોટ, SCSY સ્ટુડિયોના ક્રિસ સિંગર, જેક્વાર જૂથના દેવ મલ્હોત્રા, એસ્ટોન ડિઝાઇનના ગણેશ મદસામી, ગૌરવ સિંહ, માધવ જોશી, એસ.પી. રેડ્ડી, શલાકા દક્શિંકર, ભાસ્કર ગુરુનાથ, રેશુ સિંગ, શ્રીહર્ષ ભંડારી, શાલુ છાબરા, અર્જુન જુનેજા, ભૂપેશ અરોરા, રફિક બલવા, રોનક દેસાઈ, ગ્રેટ વ્હાઈટ ઈલેક્ટ્રિક ઈક્વિકપમેન્ટની ટીમ, ફેબ ડિઝાઇન સ્ટુડિયોના સુશ્રી સાહિબા અને કાર્તિક. આર્કિટેક્ટ રેઝા કાબુલ, કોઝેમા આર્કિટેક્ટના મિ. કિરણ, જૂહી અને મંદા, સાઉથ એશિયા ફેરફિટ મેરિયટ મુંબઈ તરફથી મિ. સુરજ પટેલ અને ઉર્વશી પટેલ, રિઝો ઈન્ડિયા તરફથી ધારા પટેલ મિરાની, ફાઇવસ્કિલ ડિઝાઈન તરફથી પ્રિયા ડેનિયલ જયપુરના અગ્રણી હોટેલિયર મિ. અક્ષય ગુનાની, માધવ જોશી એન્ડ એસોસિયેટ્સના અનુભા, આર્કિટેક્ટ શિવાની શાસ્ત્રી, આર્કિટેક્ટ શ્રૃતિ બુરા સહિત હોટેલ, ડિઝાઈન, આર્કિટેક્ચર તથા રિયાલ્ટી ક્ષેત્રના અન્ય ઘણા ટોચના અગ્રણીઓ હાજર રહ્યાં હતાં.
2022માં 14.33 કરોડ ભારતીય અને 66.4 લાખ વિદેશીઓએ ધાર્મિક સ્થળોની લીધી મુલાકાત
દેશમાં ખાસ કરીને 2014 પછી ધાર્મિક પ્રવાસનમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મુખ્ય ધાર્મિક સ્થળોના વિકાસ માટે જે પગલાં લેવામાં આવ્યા તેને પગલે યાત્રાધામોમાં ધાર્મિક પ્રજાજનોનો ધસારો જોવા મળે છે. ભારતના પ્રવાસન મંત્રાલયના એક અહેવાલ અનુસાર, દેશમાં એક માત્ર 2020ના કોવિડ મહામારીના સમયને બાદ કરતાં 2018થી શરૂ કરીને 2022 સુધીમાં ખૂબ મોટી સંખ્યામાં સ્વદેશી અને વિદેશી પ્રવાસીઓએ ધાર્મિક સ્થળોની યાત્રા કરી હતી. ઉપલબ્ધ વિગતો અનુસાર, 2021માં જ્યાં 6.77 કરોડ ભારતીય અને 10 લાખ કરતાં વધુ વિદેશી યાત્રાળુઓએ ધાર્મિક સ્થળોની મુલાકાત લીધી હતી, તેની સામે 2022માં આ સંખ્યા વધીને અનુક્રમે 14.33 કરોડ અને 66.4 લાખ વિદેશી મુલાકાતીઓએ યાત્રા-પ્રવાસ કર્યો હતો.
2022માં ધાર્મિક પ્રવાસન સ્થળોમાંથી રૂપિયા 1,34,500 કરોડની આવક
દેશમાં ધાર્મિક યાત્રાને કારણે થયેલી આવકની વિગતો પણ ખૂબ પ્રોત્સાહક છે. ધાર્મિક પ્રવાસનને કારણે 2018માં રૂપિયા 1,94,800 કરોડની આવક થઈ હતી, જ્યારે 2019માં આ આવક વધીને ₹ 2,11,600 કરોડે પહોંચી હતી. કોવિડ-19ને કારણે 2020માં આવક ઘટીને ₹50,136 કરોડ થઈ ગઈ હતી. અને ત્યારબાદ 2021માં આવક આંશિક રીતે વધીને ₹65,000 કરોડ થઈ હતી. જોકે, 2022માં ફરી પહેલાં જેવી સ્થિતિનું નિર્માણ થતાં ધાર્મિક પ્રવાસનની આવક ₹1,34,500 કરોડ થઈ હતી.
આ પણ જાણો :વાઇબ્રન્ટ પોરબંદર સમિટમાં ઔદ્યોગિક ક્ષેત્રે રૂ. 449 કરોડના 456 MoU થયા