શ્રી સુખદેવપુરીજી મહારાજ ધામ વાલેરમાં દેવદિવાળીનો મહામેળો યોજાયો


પાલનપુર: ધાનેરા તાલુકાના વાલેર સ્થિત શ્રી સુંદરપુરીજી મહારાજ ધામ શિતોળા ધોરે કારતક સુદ પૂનમને દેવદિવાળી નિમિત્તે મહામેળો યોજાયો હતો. જેમાં 20 હજારથી વધુ લોકોએ દર્શન અને ભોજન પ્રસાદ નો લાભ લીધો હતો.
વાલેર ધામના પરમ પૂજય મહંત 1008 શ્રી સુખદેવપુરીજી મહારાજ ના સાનિધ્યમાં યોજાયેલા મહામેળામાં સંતો- મહંતો સહિત બનાસકાંઠાના સાંસદ પરબતભાઈ પટેલ, ભોજન પ્રસાદ દાતા અને ડીસા એપીએમસી ચેરમેન માવજીભાઈ દેસાઈ, બનાસ બેંક ના ચેરમેન સવસીભાઈ ચૌધરી, પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત, જગદીશભાઈ પટેલ સહિત આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા. વાલેર સહિત આસપાસના ગ્રામજનો વાજતે ગાજતે મંદિરએ પહોંચી સુંદરપુરીજી મહારાજને નેજા ચઢાવ્યા હતા. વાલેર ધામના મહંત શ્રી સુખદેવપુરીજી મહારાજ એ ભોજન દાતા માવજીભાઈ દેસાઈનું સ્વાગત કરી આશીર્વાદ આપ્યાં હતા.
આ પણ વાંચો : શીખ ધર્મના સંસ્થાપક ગુરુ નાનક દેવની 551 જન્મ જયંતિ !