દેવભૂમિ દ્વારકા : નશાના સોદાગરની મિલકત ઉપર ફર્યું બુલડોઝર
દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકા ટાપુ ઉપર ગઈકાલે સવારથી તંત્ર દ્વારા સરકારી જમીન ઉપર કરવામાં આવેલા ગેરકાયદે દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી રહી હતી. દરમ્યાન આ કામગીરી આજે રવિવારે બીજા દિવસે પણ ચાલુ રાખવામાં આવી હતી જેમાં મોટી વિગત સામે આવી રહી છે. જે મુજબ આ ગેરકાયદે મિલકત પૈકી અગાઉ ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયેલા શખ્સની પણ અહીં ગેરકાયદે મિલકત હોય તેને પણ પાડી નાખવામાં આવી હતી.
આ પણ વાંચો : ઈન્ડિગો ફ્લાઈટમાં બોમ્બની ધમકી, મુંબઈ એરપોર્ટ પર ઈમેલ મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓ એલર્ટ
કોણ હતો ડ્રગ્સ પેડલર ? શું છે તેની વિગત ?
દેવભૂમિ દ્વારકાના યાત્રાધામ બેટ દ્વારકા ટાપુ ઉપર બે દિવસથી ગેરકાયદે બાંધકામો ઉપર તવાઈ બોલાવવામાં આવી રહી છે. આજે તેનો બીજો દિવસ હતો. ત્યારે તંત્ર દ્વારા આજે એક મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં વર્ષ 2019 માં કચ્છના જખ્ખોમાંથી ઝડપાયેલા ડ્રગ્સના આરોપી રમજાન ગની પલાણી નામના પેડલરનું મકાન અહીં આવેલું હોય અને તે ગેરકાયદે હોવાનું સામે આવતા તંત્રએ તુરંત જ કાર્યવાહીના ભાગરૂપે તેનું મકાન જમીન દોસ્ત કરી દીધું હતું. ઉલ્લેખનીય છે કે, ડ્રગ્સ મામલે રમજાન ગની પલાણી વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. જેની કાર્યવાહીમાં હાલ રમજાન જેલમાં કેદ છે. નશાના કાળા કારોબારથી બનાવેલી તેની મિલકત પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યુ છે.
આ પણ વાંચો : IND vs SA T20 : મિલરની સદી બેકાર ગઈ, આફ્રિકા 16 રને હાર્યું, ભારતે સીરીઝ જીતી
શું કહે છે જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય ?
આ સમગ્ર ઘટના અંગે આજે જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયએ મીડિયા સમક્ષ સમગ્ર હકીકત જણાવી હતી કાર્યવાહી અંગે વિગત આપતા કહ્યું હતું કે જે કામગીરી કરવામાં આવતી હતી તેમાં એક ડ્રગ્સ પેડલરનું મકાન પણ ગેરકાયદે બંધાયેલું હોવાનું સામે આવતા તેનું દબાણ હટાવવામાં આવ્યું હતું.