ગુજરાત

જેલવાસ બાદ દેવાયત ખવડનો પહેલો ડાયરો, સ્ટેજ પરથી કહ્યું- ઝુકેગા નહીં સાલા

Text To Speech

છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહેલા લોકસાહિત્યકાર દેવાયત ખવડ 72 દિવસ જેલમાં રહ્યા બાદ તાજેતરમાં જ બહાર આવ્યા છે. ત્યારે જેલમાંથી છૂટ્યા બાદ પહેલીવાર રવિવારે ભાવનગર ખાતે સ્ટેજ પર જોવા મળ્યો હતો. ડાયરામાં પહોંચા જ દેવાયત શરમના માર્યા સંતાતા સંતાતા સ્ટેજ સુધી પહોંચ્યો હતો. જ્યાં તેના પર રૂપિયા અને ડોલરનો વરસાદ થયો હતો. જોકે ડાયરામાં ફરી એકવાર દેવાયતે પોતાના તેવર બતાવ્યા કહ્યું હતું કે ‘ઝુકેગા નહીં સાલા’.

આ પણ વાંચો : રાજ્ય સરકારે ગૃહમાં આપી માહિતી, બે વર્ષમાં ડિગ્રી ઇજનેર કોલેજમાં આટલી બેઠકો ખાલી !

72 દિવસ જેલમાં વિતાવ્યા બાદ પહેલો ડાયરો

ભાવનગરના પાલિતાણામાં કમળાઈ માતાજીના મંદિરે 5મી માર્ચે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. ડાયરામાં કીર્તિદાન ગઢવી, રાજભા ગઢવી, ઉદય ધાધલ અને દેવાયત ખવડ સહિતના કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે રાજકોટમાંથી 6 મહિના માટે તડીપાર કરાયેલ દેવાયત ખવડ પહેલીવાર જાહેર કાર્યક્રમમાં દેખાયો હતો, જ્યાં તેનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. માતાજીની આરાધનાની સ્તુતિ ગાઈને કાર્યક્રમની શરૂઆત થઈ હતી. સ્તુતિ પૂરી થતા દેવાયતે કહ્યું કે, જેલમાંથી છૂટ્યા બાદ આજે પ્રથમ ડાયરો માતાજીના ચરણોમાં યોજ્યો છે. ગુજરાત આખુ વાટ જોઈને બેઠું છે કે શું બોલશે, પણ આજે હું વાયડાઈની કોઈ વાત કરવાનો નથી. વ્યવહારની જ વાત કરવાનો છું. કારણ કે વાયડાઈ કોઈ દી જીતી નથી. હંમેશા વ્યવહારની જ જીત થાય છે, પણ હાં, પહેલા પણ કહેતો, આજે પણ કહું છું ઝુકેગા નહીં સાલા.

જામીન અરજી રિજેક્ટ થતી અને દુનિયા દાંત કાઢતી’

ડાયરામાં તે આગળ કહે છે, મારી એકલાની પ્રાર્થના નથી. આ બધા લોકોએ કરેલી પ્રાર્થના છે. ત્યારે જ આજનો ડાયરો માતાજીના ચરણોમાં સમર્પિત કરું છે. જામીન અરજી રિજેક્ટ પર રિજેક્ટ થતી હતી ત્યારે દુનિયા દાંત કાઢતી હતી. ડાયરા દરમિયાન દેવાયતે સાહિત્યની વાતો, લોકગીત અને દુહા લલકાર્યા હતા. દરમિયાન તેના પર રૂપિયા અને ડોલરની નોટોનો વરસાદ થયો હતો. ડાયરો વહેલી સવાર સુધી ચાલ્યો હતો જેમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યા હતા.

Back to top button